________________
ડોરિસની માતા જમણો પગ કપાવી નાખવાના સૂચન સાથે સહેજે સંમત ન થઈ. એને આશા હતી કે પોતાની પુત્રી જરૂર સાજી થશે. મમતાભરી માતા આશાના દોર પર મન ટાંગીને પુત્રીના નિષ્ક્રિય પગ પર માલિશ કરતી હતી.
ધીરજભર્યું આ કામ હતું, પણ જનનીના અપાર પ્રેમને સીમા ક્યાં હોય છે? કેટલાય મહિનાઓ સુધી માલિશ કરી, ત્યારે ડોરિસના પગમાં સહેજ સુધારો દેખાયો. જોકે એનો પગ એ પૂરેપૂરો સીધો કરી શકતી નહોતી. એ જમણા પગનો તદ્દન ઓછો ઉપયોગ કરી શકતી. એની અવસ્થા તો હજી અપંગ જેવી જ હતી.
કસોટી કદી એકલી આવતી નથી. એ તો એના દળકટક સાથે આવે છે. ડોરિસની દુર્દશામાં હજી રતિભાર સુધારો થયો હતો ત્યાં વળી એક નવી મુસીબત આવી. ડોરિસ નવ વર્ષની થઈ ત્યારે એને એક અત્યંત જોખમી ઑપરેશન કરાવવું પડ્યું. એનું પેટ ચીરીને ડૉક્ટરોએ શસ્ત્રક્રિયા કરી. એથીય વિશેષ તો ડોરિસ ઝડપથી તંદુરસ્ત બને તે માટે ડૉક્ટરોએ એને ફ્લોરિડા લઈ જવાની સલાહ આપી. સૂર્યપ્રકાશથી હૂંફાળા ફ્લોરિડામાં | ૩૩ ડોરિસ ઝડપથી સાજી-નરવી થાય તેમ હતું.
બાર મહિના પછી અશક્ત જમણા પગ સાથે ડોરિસ ફ્લોરિડામાં થોડું થોડું ટેનિસ રમવા લાગી. એનાથી બે વર્ષે મોટો એનો ભાઈ નાની બહેનની મર્યાદાઓ જાણતો હતો, તેમ છતાં એને પ્રોત્સાહન આપીને સતત ટેનિસ રમાડવા લાગ્યો. સમય પસાર થતો ગયો. ડોરિસના અશક્ત પગમાં શક્તિ આવતાં તે ધીમે ધીમે સીધા થતા ગયા. એણે પૈડાંવાળી ખુરશીનો ઉપયોગ કરવાનું સદંતર છોડી દીધું. બે વર્ષ બાદ તો નિશાળમાં ભણતી ડોરિસ ધીરે ધીરે તાકાત મેળવતી ગઈ અને નિશાળની સ્પર્ધાઓમાં ભાગ પણ લેવા લાગી.
એની માતાના આનંદનો પાર ન રહ્યો. ઈશ્વરની સહાય અને અંતરની શ્રદ્ધાના બળે એક ચમત્કાર નજરોનજર દીઠો. એમાં પણ એને ટેનિસ ખેલતી જોઈને તો એની માતાના હૈયાનો ઉમંગ સમાય નહીં. ટેનિસમાં પગનું હલનચલન ખૂબ અને સતત કરવું પડે. એક છેડેથી બીજે
**
- R
For Private & Personal Use Only
Jain Education International
mane Flche
www.jainelibrary.org