SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ # [ mle <l¢hlc સાવ નાની હતી ત્યારે અમેરિકાના સેંટ લૂઈમાં રહેતી ડોરિસ હાર્ટ ઘણે ઊંચેથી નીચે પડી ગઈ અને એના જમણા ઘૂંટણે ગંભીર ઈજા થઈ. થોડી વારમાં તો એનો આખો જમણો પગ તદ્દન નિષ્ક્રિય બની ગયો. એ સમયે તો સૌને એમ લાગતું કે આ છોકરીને બાકીની જિંદગી પરવશ બનીને ગુજારવી પડશે. જાતે ઊભા રહેવા જેટલી ‘પગભર' એ બની શકશે નહીં. ડૉક્ટરે કહ્યું કે ડોરિસ જિંદગીભર જાતે ચાલી શકશે નહીં એથીય મહાન એવો અંતરની તાકાત અને મનોબળની મહત્તાનો એ વિજય હતો. ભવ્ય પુરુષાર્થ ખેડીને મુશ્કેલીઓ પર વિજય મેળવીને વિમ્બલ્ડનના આખરી અને નિર્ણાયક મુકાબલામાં એ આવી હતી. જો એણે પોતાના જીવનયુદ્ધમાં આવી જીત મેળવી ન હોત તો એના જીવનમાં કદી વિમ્બલ્ડનની અંતિમ સ્પર્ધામાં આવવાનું સ્વપ્ન સાકાર કરી શકી ન હોત. ડૉક્ટરોએ ઘણી મહેનત કરી, પણ નિરાશ થઈને હાથ ધોઈ નાખ્યા. એમણે કહ્યું કે આ છોકરી જીવનભર જાતે ચાલી શકશે નહીં. એક સમયે તો એનો નિષ્ક્રિય જમણો પગ કાપીને તેની જગ્યાએ કૃત્રિમ પગ મૂકવાનું ડૉક્ટરોએ સૂચન કર્યું. ડોરિસનો ડાબો પગ પણ ધીમે ધીમે નિષ્ક્રિય બનતો જતો હતો. જમણા પગની ગંભીર ઈજા ડાબા પગને અસર કરતી હતી. Jain Education International = For Private & Personal Use Only * * www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy