SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ટેનિસની મહાણી વિમ્બલ્ડન સ્પર્ધા એ લૉન ટેનિસની સૌથી ખ્યાતનામ અને મહત્ત્વની સ્પર્ધા ગણાય છે. ૧૯૫૧ની વિમ્બલ્ડન સ્પર્ધાનો આખરી દિવસ હતો. આ દિવસે વિમ્બલ્ડનની તમામ સ્પર્ધાના રસાકસીભર્યા આખરી મુકાબલાઓ થવાના હતા. સ્ત્રીઓની ‘સિંગલ્સ'ની મૅચમાં બે અમેરિકન ટેનિસ ખેલાડીઓ સામસામે ખેલવાની હતી. આ બંને મહિલા ખેલાડીઓ વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ ૫૨ ખેલી ચૂકી હતી. લૉન ટેનિસના એ તીર્થધામ પર ખેલવાનો બંનેને પૂરો અનુભવ હતો. ૫ આમાં એક અમેરિકન ખેલાડી હતી ડોરિસ હાર્ટ અને બીજી એનાથી વયમાં થોડી નાની એવી અમેરિકન ખેલાડી હતી શર્લી ફ્રે. આ બંને ડબલ્સની મૅચમાં એકસાથે જોડીના રૂપમાં ખેલતાં હતાં, આજે સિંગલ્સની મૅચમાં સામસામા દાવપેચ અજમાવવાના હતા. ૧૯૪૭ અને ૧૯૪૮માં ડોરિસ હાર્ટ વિમ્બલ્ડનની સ્ત્રીઓની અંતિમ સ્પર્ધા સુધી ખેલી ચૂકી હતી, પરંતુ બંને વખત અંતિમ સ્પર્ધામાં પરાજય થતાં પરાજિત તરીકે અંતે વિમ્બલ્ડનનો સેન્ટર કોર્ટ છોડવો પડ્યો હતો. ૧૯૫૧માં એ ત્રીજી વાર વિમ્બલ્ડનની અંતિમ સ્પર્ધામાં આવી હતી. અનુભવી ડોરિસ હાર્ટ જીતશે એવી સહુની ધારણા હતી. પ્રેક્ષકોનાં હૃદય રોમાંચથી ભરેલાં હતાં. હકીકતમાં તો ડોરિસ હાર્ટ એક ભવ્ય વિજય મેળવીને વિમ્બલ્ડનની અંતિમ સ્પર્ધામાં પહોંચી હતી. એ વિજય એણે આપત્તિઓ સામે હસતે મુખે લડીને મેળવ્યો હતો. એ વિજય ૨મતની દુનિયામાં કોઈ વિક્રમ રચનારો નહોતો, પરંતુ * R Jain Education International For Private & Personal Use Only ૩૧ www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy