________________
| બંને બાજુ લોકો ટેરી ફોક્સના સ્વાગત માટે ઊભા હતા. મોટા રાજવીની માફક ટેરી ફોક્સને માન મળ્યું અને સારું એવું દાન પણ મળ્યું.
દોડવીર ટેરી ફોક્સની સાથે ડૉક્ટરોની એક ટીમ પણ હતી જે વખતોવખત ટેરી ફોક્સના આરોગ્યની તપાસ કરતી હતી. ટેરી ફોક્સ જ્યારે કેનેડાના થંડરબે પ્રદેશમાં પહોંચ્યો ત્યારે ડૉક્ટરોએ એની દોડ અટકાવવા વિનંતી કરી. ટેરી ફોક્સના આખા શરીરમાં કેન્સરનો રોગ ફેલાઈ ચૂક્યો હતો. અત્યાર સુધીમાં પોતાના કૃત્રિમ પગથી ટેરી ફોક્સ ૩૩૩૯ માઈલનું અંતર પસાર કર્યું હતું. રેડિયો, ટેલિવિઝન અને અખબારોએ પણ “ટેરી ફોક્સ કેન્સર ફંડમાં ફાળો એકઠો કરવાનો શરૂ કરી દીધો હતો.
ટેરી ફોક્સની માનવતાની દોડ ચાલુ રહી. જે રોગથી પોતે ઘેરાઈ ગયો એનાથી બીજાને બચાવવાની એની દોડ ચાલુ રહી. ૧૯૮૦ના જૂનમાં ટેરી ફોક્સ કેન્સરથી મૃત્યુ પામ્યો. આટલા સમય સુધીમાં કેન્સરના ફંડ માટે સત્તર કરોડ રૂપિયા એકઠા થયા હતા અને હજી બીજો ફાળો આવી રહ્યો હતો. ટેરી ફોક્સના આ મહાન બલિદાનને માનવતાનું મહાન કાર્ય ગણવામાં આવ્યું. કેનેડાના ગવર્નર જનરલે ટેરી ફોક્સને કેનેડાનો સૌથી મહાન નાગરિકનું સન્માન આપ્યું.
આજે પણ દર વર્ષે ૧૯મી સપ્ટેમ્બર ટેરી ફોક્સની સ્મૃતિમાં “એક પગની દોડ' યોજવામાં આવે છે. આ દોડમાં અનેક લોકો ભાગ લે છે અને તેમાં કેન્સરના રોગ પરના સંશોધન માટે ફાળો એકઠો કરવામાં આવે છે.
અપંગનાં ઓજસ
જ8 % $
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org