________________
TERRY FOX
ચૂકેલો ટેરી ફોક્સ આ કામ કરવાનો હતો !
Jain Education International
કેટલાકે ટેરી ફોક્સને આવા સાહસથી અળગા રહેવાની સલાહ આપી. કેટલાકે કહ્યું કે ટેરી ફોક્સની આ ઘેલછા છે. આવા ખોટા ખ્યાલમાં એ ખુવાર થઈ જશે. પરંતુ ટેરી ફોક્સ સહેજે ડગ્યો નહીં. આ રીતે એક નકલી પગે આખુંય કૅનેડા ખૂંદીને એ કૅન્સર માટે ફાળો એકઠો કરવા માગતો હતો.
આખો દેશ ટેરી ફોક્સની એ દોડ પર નજર માંડીને બેઠો. અખબારોમાં ટેરી ફોક્સની પ્રવૃત્તિ ચમકવા લાગી. રેડિયો પરથી ‘એક પગની દોડ' વિશે સમાચારો પ્રસરિત થવા લાગ્યા. ૨૯ ટેલિવિઝન ટેરી ફોક્સની આ દોડનો જીવંત ચિતાર આપવા લાગ્યું. કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલા ન્યૂ ફાઉન્ડલૅન્ડમાં આવેલા સેંટ જૉન બંદર પાસેના સમુદ્રનાં પાણીમાં ટેરી ફોક્સે પોતાનો કૃત્રિમ પગ અડાડીને એક પગની દોડનો પ્રારંભ કર્યો. આ દોડની એકેએક વિગત અખબાર, રેડિયો અને ટેલિવિઝન ૫૨થી મળવા લાગી. માત્ર કૅનેડામાં જ નહીં, બલ્કે અમેરિકામાં પણ ટેરી ફોક્સની દોડ જાણીતી બની. એના નામ પર કૅન્સરના રોગ માટે સંશોધન કરવા ફાળો એકત્રિત કરવાનું શરૂ થયું. ઠેર ઠેરથી આ માટે ફાળો આવવા લાગ્યો.
એક પગની દોડ
ટેરી ફોક્સ કૅનેડાના ટોરેન્ટો શહેરમાં પહોંચ્યો. હજારો સ્ત્રીપુરુષોએ એના આગમનને તાલીઓના ગડગડાટથી વધાવી લીધું. રસ્તાની
***
For Private & Personal Use Only
en<e <l¢bbe
www.jainelibrary.org