SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ $ | me lehhe MARATHON ટેરી ફોક્સ ડૉક્ટરોની વાત સાંભળીને ટેરી ફોક્સ શાંત થઈ ગયો, પણ મનમાં ઊંડે ઊંડે વિચારવા લાગ્યો કે પોતે આમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે ? એણે ઘણી ગડમથલ કરી. કેટલીય યોજનાઓ કરી. આખરે એક યોજના અમલમાં મૂકી. ૧૯૮૦ના એપ્રિલ મહિનામાં કૅનેડાનાં અખબારોમાં એક સમાચાર પ્રગટ થયા. એમાં જણાવાયું હતું કે એક સાહસિક યુવાને પોતાના કૃત્રિમ પગથી કૅનેડા દેશનું સંપૂર્ણ ક્ષેત્રફળ પગપાળા દોડીને પસાર કરવાનું નક્કી કર્યું છે. આ સમાચારથી આખા કૅનેડામાં ખળભળાટ મચી ગયો. આનું કારણ એ કે કૅનેડા ઘણો વિશાળ દેશ છે. એના એક છેડાથી બીજા છેડાનું અંતર નવ હજાર માઈલનું છે. આટલું લાંબું અંતર પાર કરવું એ કોઈ સ્વસ્થ અને તંદુરસ્ત માણસને માટે પણ મુશ્કેલ હતું, ત્યારે અહીં તો કૃત્રિમ પગથી આ દોડ લગાવવાની હતી અને તેય કૅન્સરનો ભોગ બની Jain Education International ** For Private & Personal Use Only K www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy