SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તા .' હી છે માનવતાની દોડ ઈ. સ. ૧૯૭૭ની આ વાત છે. કેનેડાની એક હૉસ્પિટલમાં ટેરી ફોક્સ નામનો એક દર્દી પીડાથી તરફડતો હતો. એના પગમાં અસહ્ય વેદના થતી હતી. વારંવાર પગ હલાવતો હતો અને ચીસો નાંખતો હતો. ડોક્ટરોએ નિદાન માટે પગનો એક્સ-રે લેવાનું નક્કી કર્યું. એક્સરે લેતાં જાણ થઈ કે એના પગમાં જે પીડા થાય છે તેનું કારણ તો કેન્સર છે ! આ જીવલેણ કૅન્સરને કોઈ પણ ભોગે વધતું અટકાવવું જોઈએ, આથી તરત જ ટેરી ફોક્સનો એ પગ ઑપરેશન કરીને કાપી નાખવામાં આવ્યો. કપાયેલા પગની જગ્યાએ લાકડાનો બનાવેલો કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો, જેથી ટેરી ફોક્સ જાતે ચાલી શકે. બાવીસ વર્ષના ટેરી ફોક્સને વિચાર આવ્યો કે આ દુનિયામાં અનેક રોગો થતા જોવા મળે છે. જેમ બીજા રોગોનો ઇલાજ હોય છે તો આ કૅન્સરનો ઇલાજ કેમ નથી ? એનો પણ ઇલાજ હોવો જોઈએ, જેથી માનવી આ રોગની સામે લડી શકે. પોતાના મનનો આ પ્રશ્ન ટેરી ફોક્સ ડૉક્ટરોને પૂછળ્યો. ડૉક્ટરોએ કહ્યું કે એક સમયે ઘણા અસાધ્ય ગણાતા રોગો આજે સાધ્ય બની ગયા છે. એને માટે ઔષધો અને ઇલાજ શોધાયાં છે. કેન્સર આવો એક અસાધ્ય રોગ છે. એને માટે ઔષધોની શોધ ચાલી રહી છે પરંતુ આ શોધને માટે સારા એવા ધનની જરૂર છે. જો સારું એવું ભંડોળ એકઠું થાય તો જરૂર આ દિશામાં ઝડપથી શોધ થઈ શકે અને ઘણા માણસોને કૅન્સરની યાતનામાંથી ઉગારી શકાય તથા કેન્સરનો ભોગ બનતા અટકાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy