________________
૨૭
elle +lehe
ફાળો આપ્યો. ટેસ્ટક્રિકેટમાં ખેલવા માટે છ થી આઠ મહિના સતત ક્રિકેટ ખેલવું જોઈએ તેવી પૌડીની દૃઢ માન્યતા હતી. હવે તે એટલો સમય ફાળવી શકે તેમ નહોતો, પરિણામે જૂની મૂડીના જોરે પોતાનું સ્થાન ટકાવવા કરતાં ટેસ્ટક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
મનસૂરઅલીખાન પટૌડી એકલા ક્રિકેટર નથી. છટાદાર રીતે હૉકીની રમત પણ ખેલી જાણે છે. સાયકલ પોલોમાં તો એમણે મોટી નામના મેળવી છે. એક આંખની નિશાનબાજીથી બારેક વાઘને પણ વીંધ્યા છે. સંગીતના શોખીન પટૌડી કુશળતાથી તબલાં વગાડી જાણે છે. ક્રિકેટમાં એના ‘કવર ડ્રાઇવ' ઇંગ્લૅન્ડના મહાન ખેલાડી વૉલ્ટર હેમન્ડની યાદ આપે તેવા ગણાય. તેમના ‘લેગ-ગ્લાઇડ' પણ એટલા જ સુંદર મનાય છે. બરાબર ગણતરી કરીને ફિલ્ડરના માથા પરથી કે બાઉન્ડ્રી પ૨થી દડાને પસાર કરતા પટૌડીને જોવો એ તો લહાવો કહેવાય.
ક્રિકેટના ઇતિહાસમાં એક આંખે આવી અપૂર્વ સિદ્ધિ મેળવનારો બીજો કોઈ ખેલાડી પાક્યો નથી. પટૌડી ૪૬ ટેસ્ટ ખેલ્યો. એમાં ૪૦ ટેસ્ટમાં તે ભારતીય ટીમનો સુકાની રહ્યો. ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલૅન્ડ અને પૂર્વ આફ્રિકાનો ક્રિકેટપ્રવાસ ખેડ્યો. ૧૯૬૧માં યૉર્કશાયરની કાઉન્ટી ટીમ સામે અને ૧૯૬૪-૬૫માં રણજીટ્રોફીમાં સર્વિસીસ સામે મંચના બંને દાવમાં પટૌડીએ સદી કરી. ‘વિસડન’ના વર્ષના ઉત્કૃષ્ટ પાંચ ક્રિકેટરોમાં મનસૂરઅલીખાન પટૌડીને ૧૯૬૭માં સ્થાન મળ્યું. એવી જ રીતે મનસૂરઅલીખાનના પિતા સ્વ. પટૌડીના નવાબની ૧૯૩૨માં વિસડનના વર્ષના પાંચ ઉત્કૃષ્ટ ક્રિકેટરોમાં પસંદગી થઈ હતી. વિસડનના ઇતિહાસમાં પિતા અને પુત્ર બંનેએ સ્થાન મેળવ્યું હોય તેવો આ એક જ દાખલો છે. મનસૂરઅલીખાન પટૌડીએ ૪૬ ટેસ્ટના ૮૩ દાવમાં ૩૪ રનની સરેરાશથી ૨૭૯૨ રન કર્યા છે, તેમજ ૨૬ ચ કર્યા છે. આક્રમક દૃષ્ટિકોણ, રચનાત્મક બૅટિંગ, છટાદાર ફિલ્ડિંગ અને નક્કર સુકાનીપદના સામર્થ્ય માટે ક્રિકેટજગતમાં એ સ્થાન પામશે, પણ એથીય વધુ પુરુષાર્થના બળે રમતજગતમાં ‘એક આંખની અજાયબી' બનનાર ખેલાડી તરીકે સદાય યાદ કરાશે.
Jain Education International
**
For Private & Personal Use Only
X
www.jainelibrary.org