SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બૅટ્સમેનોનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. ભારતની નબળી ગણાતી વચ્ચેના ક્રમની બૅટિંગ મજબૂત જણાઈ. પેંટ બૅંકોક નામના સ્પિનરની ગોલંદાજીમાં એક વાર સતત બે ચોગ્ગા લગાવ્યા, તો બીજી વાર એની એક ઓવરમાં ‘મિડ-વિકેટ’ પર ચોગ્ગો અને ‘લોંગઓન' પર છગ્ગો લગાવીને ૧૦ રન મેળવ્યા. આ સમયે પટૌડીએ છગ્ગો મારીને શાનદાર રીતે પોતાની અડધી સદી પૂરી કરી. પટૌડીની ૭૩ રનની રમત જોઈને સહુએ એને ‘નવાબ ઑફ ચૅપોક' કહીને વધાવી લીધો. મનસૂરઅલી પટૌડી ૧૯૭૪-૭૫માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ સુકાની ક્લાઇવ લૉઇડની ૨૫ આગેવાની હેઠળ ભારતના પ્રવાસે આવી. ઈ. સ. ૧૯૭૪માં અજિત વાડેકરના સુકાનીપદે ઇંગ્લૅન્ડમાં ગયેલી ભારતીય ટીમ ત્રણે ટેસ્ટમાં કારમી હાર પામી. ભારતીય ટીમની નૈતિક હિંમત અને સંગઠન છિન્નભિન્ન થઈ ગયાં, ત્યારે ફરી પટૌડીને સુકાનીપદ સોંપવાનો લોકજુવાળ જાગ્યો. પટૌડી ભારતનો પહેલો એવો સુકાની બન્યો કે જેણે પોતાના પુરુષાર્થથી ગુમાવેલું સુકાનીપદ પાછું મેળવ્યું. સતત ક્રિકેટ ખેલવાનું મુશ્કેલ બન્યું હોવાથી પટૌડી એની બૅટિંગની છટા દાખવી શક્યો નહીં, તેમ છતાં ૧૯૭૪ની તા. ૨૭મી ડિસેમ્બરે કલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પરની ત્રીજી ટેસ્ટમાં ઘાયલ પટૌડીએ ભવ્ય રમત બતાવી. ખતરનાક પુરવાર થયેલા ઝડપી ગોલંદાજ વાન હોલ્ડરની એક ઓવરમાં ચાર ચોગ્ગા અને એક બે રનનો ફટકો અને એક એક રનનો ફટકો એમ કુલ ૧૯ રન લીધા. ઈડન ગાર્ડનની ત્રીજી ટેસ્ટ અને ચપોક મેદાનની ચોથી ટેસ્ટના ભારતના યશસ્વી વિજયમાં અનુભવી પટૌડીની આવડતે ઘણો મોટો ** Jain Education International {{\ For Private & Personal Use Only Ene ·lche www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy