SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રમત બતાવી. બીજા દાવ સમયે તો પટૌડીના પગે એટલી બધી પીડા થતી હતી કે ન પૂછો વાત. એ ઘાયલ પગ સાવ નકામો બની ગયો હતો. એક પગના સહારે ખેલીને પટૌડીએ ૮૫ રન કર્યા. એની શાનદાર રમત જોઈને સહુને વિચાર આવ્યો કે આ ખેલાડીના બંને પગ અને બંને આંખ સારાં હોત તો એણે કેવી અદ્ભુત રમત બતાવી હોત ! આ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ અને એમાં વિજયને વરી. વિદેશની ધરતી પર પ્રથમ વાર ટેસ્ટ શ્રેણીમાં ભારતને વિજય અપાવવાનું માન સુકાની પટૌડીને ફાળે જાય છે. ૧૯૬૯માં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી. મુંબઈની પ્રથમ ટેસ્ટમાં ભારતના ૧૫૩ રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે ૨૨૯ રન કર્યા. ભારતે ૭૩ રનની ખોટ સાથે બીજો દાવ શરૂ કર્યો. આબિદઅલી, ચેતન ચૌહાણ, અજિત વાડેકર, રૂસી સુરતી, હનુમંતસિંઘ અને ફારૂખ એન્જિનિયર જેવા ચુનંદા ખેલાડીઓ આઉટ થઈ ગયા. ભારત માત્ર ૯૨ રન જ આગળ હતું. આ સમયે પટૌડીએ ૨૮૨ મિનિટ ખેલીને કીમતી ગણાય એવા ૬૭ રન કર્યા. એની સાવધાની તો અનોખી જ હતી. એની એક ભૂલ ભારતને પરાજય આપનારી બને તેમ હતી. પરંતુ ધૈર્ય, હિંમત અને અનુભવ પર આધારિત એવી સુંદર રમત બતાવી કે ભારતને આ ટેસ્ટમાં ૬૦ રને જીત મળી. આ એકમાત્ર વિજયને કારણે ભારત ન્યૂઝીલેન્ડની ટીમ સામે બરોબરિયું સાબિત થઈ શક્યું. ૧૯૭૦માં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે મુંબઈની પ્રથમ ટેસ્ટમાં છટાદાર ૨મત ખેલીને ૯૫ રન કર્યા. ૧૯૭૧માં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ, પરંતુ વ્યવસાયની જવાબદારીને કારણે પટૌડી એમાં સામેલ ન થઈ શક્યો. ૧૯૭૨-૭૩માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી. ઇંગ્લેન્ડના સામાન્ય ગોલંદાજોની આગળ ભારતીય બેટિંગ પત્તાંના મહેલની માફક ગબડી પડી. આ સમયે મદ્રાસની ત્રીજી ટેસ્ટમાં પટૌડીને બોલાવવામાં આવ્યો. આ ખેલદિલ ખેલાડીને અજિત વાડેકરના હાથ નીચે રમવામાં કશી નાનમ ન હતી. સાચો ખેલાડી રમતને ચાહે છે, માન-મરતબાને નહીં. પટૌડીએ એવી છટાદાર રમત બતાવી કે ભારતીય ૨૪ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy