________________
સારું કેવી રીતે ખેલી શકાય તેની મનમાં અવિરત શોધ ચાલતી હતી. પણ પટૌડીની રમવાની છટા અને હિંમતના કારણે કોઈને એની ઈજાની ગંભીરતાનો ખ્યાલ ન આવ્યો. હજી તો એ ઘાયલ જમણા ખભાથી હાથ ઘુમાવીને દડાને ઉછાળી પણ શકતો ન હતો. અકસ્માત પછીની પ્રથમ મેચમાં સારા દેખાવને કારણે નવી દિલ્હીની ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમના ખેલાડી તરીકે પટૌડીની પસંદગી થઈ. આ પછી પટૌડીએ ટેસ્ટક્રિકેટમાં કદી પાછા ડગ ભર્યા નથી. આ ટેસ્ટ શ્રેણીની મદ્રાસની પાંચમી ટેસ્ટમાં પટૌડીએ સદી કરી. ફિલ્ડરના માથા પરથી દડાને એવા આબાદ કુદાવ્યા કે પટૌડીની આ સદી ટેસ્ટ શ્રેણીની સૌથી શાનદાર સદી બની ગઈ.
પટૌડીના પિતાએ પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી કરી હતી. જ્યારે પટૌડીએ પોતાની ત્રીજી ટેસ્ટમાં સદી કરી, પણ સદી કરવા માટે પટૌડીએ પોતાના પિતા કરતાં અર્ધો સમય લીધો. એણે ૧૯ ચોગ્ગા અને ૨ છગ્ગા લગાવી માત્ર અઢી કલાકમાં સદી કરી. પટોડીની સદીને કારણે ઇંગ્લેન્ડ સામે ભારત પ્રથમ વાર “રબર મેળવ્યું. પટૌડીએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું. આશ્ચર્યની હકીકત એ છે કે એણે આ [૨૧] બધું ગંભીર મોટર-અકસ્માત પછી માત્ર છઠ્ઠ મહિને જ કર્યું !
અકસ્માતથી પટૌડીની એક આંખનું તેજ ગયું, પરંતુ પુરુષાર્થથી ! એણે પોતાનું બૅટિંગ-તેજ પાછું મેળવ્યું. પોતાની કૅપ જમણી બાજુ વાંકી 15 રાખવા લાગ્યો. એનો પડછાયો જમણી આંખ પર પડતો, જેથી દરેક | ચીજ બે દેખાતી બંધ થઈ ગઈ. ગંભીર ઈજાને કારણે એની ૨મતની આક્રમકતા અને આકર્ષકતા સહેજે ઓછી થઈ ન હતી. આંખની રોશનીની મર્યાદાને કારણે વિકેટની નજીક ફિલ્ડિંગ કરવાનું છોડી દેવું પડ્યું. પટૌડી વિકેટથી દૂર કવર-પોઇન્ટના સ્થાને ફિલ્ડિંગ કરવા લાગ્યો, પરંતુ એણે એવી મહેનત કરી કે એની ચપળતા, આશ્ચર્યજનક ધારણાશક્તિ, ત્વરિત હલનચલન તેમજ છટાદાર રીતે દડાને ઝડપવાની અને પાછો ફેંકવાની
ટેસ્ટશ્રેણીમાં વિજયી. ટીમને “રબર' મળ્યું એમ કહેવાય છે. પણ આમાં વિજેતા ટીમને કશું આપવામાં આવતું નથી. ક્રિકેટમાં પ્રચલિત એવો રબર’ શબ્દ બ્રિજની રમતમાંથી લેવાયો છે.
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org