________________
| મોજીલો શોખ છોડી દેવો પડ્યો. એણે બૅટ ઘુમાવીને લગાવાતો હૂકનો ફટકો લગાવવો બંધ કર્યો. એક આંખે લેટ-કટ** લગાવવી જોખમભરી જણાતાં એ ફટકો લગાવવાનું પણ બંધ કર્યું. સીધા પડેલા દડાને બંટ અને પેડ આગળ લઈ જઈ રમતો, જ્યારે વિકેટ બહાર જતા દડાને જોરદાર રીતે ડ્રાઇવ કરતો. પટૌડીની મથામણ ચાલુ જ રહી. એ પોતાની મર્યાદાઓ શોધતો અને એ મર્યાદાઓને કેવી રીતે પાર કરવી એનો ઉપાય ખોળવા માટે સતત મથતો હતો.
એવામાં આનંદના એક સમાચાર આવ્યા. ૧૯૬૧-૬૨માં ભારતના પ્રવાસે આવેલી એમ.સી .સી ની ટીમ સામે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખની ટીમનું સુકાનીપદ પટૌડીને સોંપવામાં આવ્યું. ઘાયલ પટૌડી વધુ ને વધુ ક્રિકેટ ખેલવા ચાહતો હતો. એ ક્રિકેટના મેદાન પર ઝઝૂમીને ફરી પોતાનું નામ રોશન કરવા માગતો હતો. હૈદરાબાદમાં એમ.સી.સી ની ટીમ સામે મંચ ખેલાઈ. એક આંખનું અજવાળું ધરાવતો પટૌડી રમવા મેદાને પડ્યો.
એણે જમણી આંખે કોન્ટેક્ટ લેન્સ પહેર્યો હતો. પણ આ શું ? એને ૨૦ પોતાની સામે બે દડા દેખાવા માંડ્યા. છ ઇંચના અંતરે તેની સામે બે દડા
વીંઝાયા હોય તેમ લાગ્યું. માંડ માંડ એ સાચો દડો પારખી શકતો હતો.
પટૌડી બેચેન બની ગયો. ચાના વિસામાનો સમય થયો. ૩૫ રન કરનાર ૬ પટૌડીએ પેવિલિયનમાં આવીને લેન્સ કાઢી નાખ્યો અને ફરી મેદાને પડ્યો. પટૌડીએ 90 રન કર્યા અને પોતાની ટીમ તરફથી સૌથી વધુ જુમલો નોંધાવનાર ખેલાડી બન્યો.
હૃદયમાં તો સતત મથામણ ચાલતી હતી. એક આંખે વધુ ને વધુ મોટે ભાગે ઝડપી, ટૂંકી પીચવાળા દડાને આ પ્રકારનો ફટકો લગાવવામાં આવે છે. આવો દડો ઊછળીને સ્ટમ્પની લાઇનમાં આવતો હોય તો ખેલાડી ક્રીઝની અંદર જઈને હૂક મારે છે. આવા દડાને લેગસ્ટમ્પ કે તેની બહાર મારવામાં આવે છે. આમ કરવામાં બૅટ અને હાથની ક્રિયા હૂકનો આકાર લે છે. આમાં બૅટ્સમૅન દડાને ઑફ-સ્ટમ્પની બહાર આવતો જુએ અને દડો પસાર થયા બાદ તેને ગલી કે સ્લીપ તરફ ફટકો મારે છે.
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org