SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં, પણ ખુદ પટૌડી ! પટૌડીનો જીવનમંત્ર હતો : “હિંમતે મર્દા, તો મદદે ખુદા.” હિંમતવાન પુરુષને ઈશ્વર સદાય સહાય કરે છે. ક્રિકેટના ઇતિહાસમાં એક આંખે ખેલીને બૅટિંગમાં કામયાબી હાંસલ કરનારો એકેય ખેલાડી નજરે પડતો ન હતો. ખુદ રણજિતસિંહ જેવા નિષ્ફળ ગયા હતા. પરંતુ ૨૦ વર્ષના યુવાન પટૌડીએ સહેજે હિંમત ગુમાવી ન હતી. એને તો હ્રદયમાં દૃઢ વિશ્વાસ હતો કે એ જરૂર ક્રિકેટ ખેલશે જ ! ખેલ્યા વિના રહેશે નહીં. બે આંખથી કામ કરવા ટેવાયેલા માનવીને એક આંખે કામ કરવું કઈ રીતે ફાવે ? ડગલે ને પગલે મુશ્કેલી સામી મળે. એ સમયની પોતાની સ્થિતિનું બયાન કરતાં પટૌડી કહે છે, ‘રોજિંદો જીવનવ્યવહાર મારા માટે થોડો કપરો બન્યો હતો. ઑપરેશન થયા બાદ ત્રણચાર અઠવાડિયાં પછી આ અકસ્માતથી મારી બૅટિંગ પર કેટલી અસર થઈ છે તે જાણવા ‘નેટ’ પર ગયો. કોઈ વિરોધી મુક્કાબાજની મુક્કાબાજીથી એક આંખે ઘાયલ થઈને મુક્કાબાજી ખેલતો મુક્કાબાજ જ આ મુશ્કેલીને સમજી શકે. ૧૯ કોઈ પણ વસ્તુનું સ્થાન અને તેનું અંતર પારખવામાં મુશ્કેલી પડતી. જેમ કે સિગારેટ સળગાવવા ગયો ત્યારે એના છેડાનો પા ઇંચ જેટલો ભાગ દેખાતો નહીં. કુંજામાંથી વાસણમાં પાણી રેડતો તો પાણી વાસણમાં પડવાને બદલે ટેબલ પર પડતું. આવી અનેક મુશ્કેલીઓમાંથી પટૌડી પસાર થયો. ધીરે ધીરે એ દરેક કામ કરવાનો ઉપાય શોધી કાઢવા લાગ્યો. પટૌડી પહેલી વાર ‘નેટ’ પર ખેલ્યો ત્યારે એની પરેશાનીનો પાર ન રહ્યો. શરૂઆતમાં તો બૅટ અને બૉલ મળે જ નહીં, એની ગતિ પારખી શકે નહીં. પણ એનાથી મૂંઝાઈને કપાળે હાથ મૂકી બેસી રહેનારો આ માનવી ન હતો. એ વધુ ને વધુ ખેલતો ગયો. એક આંખે કયા દડા ખેલી શકાય તેમ નથી તેનું માપ કાઢવા લાગ્યો. એણે બૅટ પકડીને ઊભા રહેવાની રીત બદલી. ‘હાફ-વૉલી’ દડાને ડ્રાઇવ કરવાનો પોતાનો ****1 Jain Education International For Private & Personal Use Only heme ichle www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy