________________
આ એક આંખવાળો ગોલંદાજ ઈ. સ. ૧૯૩૬માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના એક સભ્ય તરીકે ગયો હતો અને ઓવલની ત્રીજી ટેસ્ટમાં એને ટેસ્ટ ખેલવાની તક મળી હતી. ૧૯૩૫માં ઓસ્ટ્રેલિયા સામે બે બિનસત્તાવાર ટેસ્ટ રમ્યો હતો. એક આંખવાળા મધ્યમ ઝડપી ગોલંદાજ અને સારી બેટિંગ કરી શકતા જીલાણીનું ૧૯૪૧ની બીજી જુલાઈએ અકસ્માતને કારણે અકાળ અવસાન થયું હતું.
ચોથા ખેલાડી એ ક્રિકેટના જાદુગર તરીકે ઓળખાયેલા મહાન જામ રણજિતસિંહ. ક્રિકેટના એ અમર ખેલાડીની આંખ એટલી ચપળ હતી કે એમની સાથે ખેલનારા એમ કહેતા કે તેઓ ઝડપથી વીંઝાતા દડા પરના ટાંકાને પણ જોઈ શકતા હતા.
ઈ. સ. ૧૯૧૫માં એક અકસ્માતમાં રણજિતસિંહે જમણી આંખ ગુમાવી. આ પછી એ ૧૯૨૦ના ઑગસ્ટ મહિનામાં પ્રથમ કક્ષાની ત્રણ જ મૅચ રમ્યા. પ્રથમ મૅચમાં ૧૬ રન, બીજી મૅચમાં ૯ અને ૧૩ રન અને ત્રીજી મૅચમાં માત્ર એક રન કરી શક્યા. આ મૅચ એમની આખરી મૅચ બની. આ ત્રણ મૅચ રમવા પાછળ રણજિતસિંહનો હેતુ જુદો હતો. તેમની ઇચ્છા ક્રિકેટનું એક પુસ્તક લખવાની હતી. એમાંય ખાસ તો એક આંખે કેવી રીતે બૅટિંગ કરી શકાય એ દર્શાવવાનો હેતુ હતો. કમનસીબે રણજિતસિંહ આવું કોઈ પુસ્તક લખી શક્યા નહીં.
રણજિતસિંહ એક આંખે બેટિંગ કરવાના વિષય પર પુસ્તક લખવા માગતા હતા, પણ તે કરી બતાવવાનો પડકાર પટૌડી સામે ખડો થયો. ક્રિકેટ એ પટૌડીને મન જીવન હતું. એની નસેનસમાં ક્રિકેટપ્રેમ વહેતો હતો. એને રમતવીર પિતાના સંસ્કાર ગળથુથીમાં મળ્યા હતા.
ચોતરફ ઘેરી નિરાશાએ ભરડો ઘાલ્યો હતો. સહુને એમ થયું કે હવે પટૌડીની નવાબી બૅટિંગ ફરીથી જોવા નહીં મળે. સર્વત્ર હતાશા ફેલાયેલી હતી. માત્ર એક જ માનવીના હૃદયમાં શ્રદ્ધા હતી કે પટૌડી ક્રિકેટના મેદાન પર પોતાની તાકાત બતાવી શકશે, અને એ માનવી તે બીજો કોઈ
૧૮
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org