________________
વળી, હવે પટૌડીને કોઈ સામાન્ય ગોલંદાજની ગોલંદાજીનો સામનો કરવાનો ન હતો. પ્રથમ કક્ષાના ક્રિકેટના ઉત્કૃષ્ટ ગોલંદાજો સામે ઝીંક ઝીલવાની હતી.
ક્રિકેટના ઇતિહાસમાં આ અગાઉ એક આંખવાળા ચાર ખેલાડીઓની નોંધ મળતી હતી. એક ખેલાડી તે શફાકતહુસેન. ૧૯૧૧માં એ પતિયાલાના મહારાજાની ટીમ તરફથી ઇંગ્લૅન્ડના પ્રવાસે ગમા હતા. ઇંગ્લૅન્ડમાં તેઓ સત્તાવીસ દાવ ખેલ્યા, તેમાં માત્ર દસ શક્યા અને નવ્વાણું ઓવર
‘ટાયગર’પટૌડી
રનની સરેરાશથી કુલ ૨૩૨ રન કરી
નાખીને ચોત્રીસ રનની સરેરાશથી બાર વિકેટ ઝડપી શક્યા. આમ એક આંખ ધરાવતા શફાકતહુસેન ક્રિકેટના મેદાન પર કામયાબી હાંસલ કરી શક્યા નહીં.
દક્ષિણ આફ્રિકાના નુપેન નામના ગોલંદાજે પ્રથમ વિશ્વયુદ્ધમાં એક આંખ ગુમાવી હતી. આ પછી તે ટેસ્ટક્રિકેટ રમ્યા અને દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ઝડપી ગોલંદાજ બન્યા હતા. એક આંખે ગોલંદાજ થવાય, પણ બૅટ્સમૅન થવાય ખરું ?
એમ તો રણજી ટ્રોફીમાં સૌપ્રથમ હૅટ્રિક મેળવનાર ગોલંદાજ બકવા જીલાણી પણ એક આંખ ધરાવતો હતો. જમણા હાથે મધ્યમ ઝડપી ગોલંદાજી કરતા જીલાણીએ ૧૯૩૪-'૩૫માં પોતાની પ્રથમ રણજી ટ્રોફી મૅચમાં જ નોર્ધર્ન ઇન્ડિયા તરફથી સધર્ન પંજાબ સામે હૅટ્રિક મેળવી હતી.
મ
{{ =
Jain Education International
For Private & Personal Use Only
9 | me Ichhe
www.jainelibrary.org