SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ચલાવતો હતો. એવામાં એકાએક વચ્ચેના રસ્તા ઉપરથી મોટર આવી. બંને મોટર અથડાઈ. પટૌડીને જમણા હાથ અને જમણા ખભા ૫૨ ઈજા થઈ. એમના સાથી વોટર્સને કપાળે વાગ્યું. આ સમયે પટૌડીને જમણી આંખે થયેલી ઈજાનો ખ્યાલ ન હતો. એમ્બ્યુલન્સમાં જતી વખતે એમણે એના સાથીને કહ્યું, અપંગનાં ઓજસ ર “મારા હાથ પર ઈજા થઈ છે. યુનિવર્સિટી મૅચ વખતે એ સાજો થઈ ગયો હશે કે કેમ એ વિશે મને શંકા છે.” પટૌડીની આંખમાં કશીય પીડા થતી ન હતી. બ્રાઇટનની હૉસ્પિટલમાં પટૌડી સવારે ઊઠ્યો ત્યારે દાક્તરે જણાવ્યું કે એની જમણી આંખમાં મોટરના આગળના કાચની કણી ઘૂસી ગઈ છે. આથી ઑપરેશન કરીને કણી કાઢવી પડશે. પટૌડી પહેલાં તો આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યો. તાબડતોબ સર્જનને બોલાવવામાં આવ્યા. ઑપરેશન થયું. ફરી વાર પણ ઑપરેશન કરવું પડ્યું. આ ઈજાને કારણે પટૌડીની આંખો નેત્રમણિ (લેન્સ) પીગળી ૧૬ ગયો. આંખના બીજા ભાગોને ઈજા થવાથી જુવાન પટૌડીની જમણી આંખનું તેજ સદાને માટે વિલીન થઈ ગયું. ચોપાસ દુઃખની લાગણી ફેલાઈ ગઈ. જેની નવાબી શાનવાળી બૅટિંગે સેંકડો ક્રિકેટશોખીનોને ખુશ કર્યા હતા, એ ફરી જોવા નહીં મળે ? હજી એક કળી ખીલતી હતી, એને મનભર વસંતનોય સ્પર્શ થયો ન હતો અને પાનખર વીંટળાઈ વળી ! એક આંખે બીજી કોઈ રમત રમાય ખરી, પણ ઘૂમતા આવતા દડાની કોઈ રમત ખેલવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ ગણાય. દડાની રમતમાં તો બંને આંખની જરૂર પડે. એય વળી ચપળ આંખ હોવી જોઈએ. બંને બાજુથી વળાંક (ટર્ન) લઈને આવતા દડા કેવી રીતે પરખાય ? પીચ પડ્યા પછી ખૂબ નીચે કે ખૂબ ઊંચે આવતા દડા કેવી રીતે ઝડપાય ? ખૂબ ઝડપથી આવતા દડાને પકડવા માટે તો એટલી જ ચપળ આંખો જોઈએ. ગોલંદાજની આંગળી અને કાંડાની ચતુરાઈથી આટાપાટા ખેલતા દડા સામે એક આંખે કઈ રીતે ઝઝૂમાય? Jain Education International For Private & Personal Use Only K www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy