________________
અને શાનદાર ૨મતે સહુનાં મન હરી લીધાં. ઇંગ્લૅન્ડના અગ્રણી વિવેચક શ્રી ઇ. ડબ્લ્યુ. સ્વોન્ટને લખ્યું :
“ક્રિકેટના નભોમંડળમાં પટૌડીનો સિતારો ઝડપથી પ્રકાશી રહ્યો છે.” પટૌડીને ઇંગ્લૅન્ડની ‘ક્રિકેટ રાઇટર્સ ક્લબ’ નામની સંસ્થાએ ‘સૌથી વધુ આશાસ્પદ યુવાન ક્રિકેટર'નો ખિતાબ એનાયત કર્યો. પટૌડીની સામે ડગલે ને પગલે એના પિતાની સિદ્ધિ આવતી હતી. ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમના સુકાની પટૌડીએ આ વર્ષે ૧૨૧૬ રન કર્યા. ૧૯૩૧માં એમના પિતાએ સ્થાપેલા ૧૩૦૭ રનના યુનિવર્સિટી-વિક્ર્મથી પટૌડી માત્ર ૯૧ ૨ન દૂર હતા. હજી ત્રણ મૅચ ખેલવાની બાકી હતી. સહુ કોઈ રાહ જોઈ બેઠા હતા કે આ યુવાન પટૌડી એના પિતાની સિદ્ધિને ક્યારે પહોંચે ?
એવામાં એક એવી ઘટના બની કે પટૌડીની કારકિર્દીમાં ખળભળાટ મચી ગયો. ઝડપથી પ્રકાશતો જતો આ ક્રિકેટ-સિતારો એકાએક અસ્ત થઈ જવાનો ભય ઊભો થયો.
મનસૂરઅલી પટોડી
**
Jain Education International
૧૯૬૧ની પહેલી જુલાઈનો એ દિવસ.
આ દિવસે પટૌડીએ સસેક્સની ટીમ સામે દિવસભર ફિલ્ડિંગ કરી. એ પછી ભોજન પતાવીને પોતાના મિત્રો સાથે ઉતારા તરફ પાછો ફરતો હતો. સલૂણી સંધ્યા હતી. દરિયાની ભેજવાળી હવા મંદ મંદ વહેતી હતી. ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમનો વિકેટકીપર રોબિન વોટર્સ મોટર
★ ★
For Private & Personal Use Only
Zele l•lchhe
www.jainelibrary.org