SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ane +1¢hle પરંતુ પોતાની ટીમને શાનદાર વિજય અપાવ્યો. ‘વિન્સેસ્ટર કૉલેજ’નો વિદ્યાર્થી પટૌડી ક્યારેક ફૂટબૉલના મેદાન પર ઘૂમતો જોવા મળતો તો ક્યારેક ટેનિસની મોટી સ્પર્ધામાં ભાગ લેતો નજરે પડતો. પરંતુ એના પિતાની માફક પટૌડીને ક્રિકેટમાં સૌથી વધુ દિલચસ્પી હતી. ૧૯૫૯માં ખેલાડી પટૌડી વિન્સેસ્ટરની ટીમનો સુકાની બની ગયો. આ વર્ષે એણે ૧૦૬૮ રન કરીને નવો વિક્ર્મ સ્થાપ્યો. ઈ. સ. ૧૯૧૯માં ડગ્લાસ જાર્ડિને ૯૯૭ રનનો વિક્રમ સ્થાપ્યો હતો. ચાળીસ વર્ષ પછી એ વિક્મ તોડનારો પટૌડી બન્યો. આ પટૌડી પાસે ક્રિકેટ જગત અનેરી આશાઓ રાખવા લાગ્યું. ૧૯૬૦માં પટૌડી ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘બાલીઓલ કૉલેજ’માં દાખલ થયા. લૉર્ડ્ઝના મેદાન ૫૨ ઑક્સફર્ડ યુનિવર્સિટી અને કૅમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચેના મુકાબલામાં પટૌડીએ શાનદાર સદી કરી. બત્રીસ રનમાં ત્રણ ચુનંદી વિકેટ પડી ગઈ હતી, ત્યારે પટૌડી ખેલવા આવ્યો. એણે અઢાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવીને ૧૩૧ રન કર્યા. ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજના મુકાબલામાં અગાઉ પહેલી જ વાર ખેલતા ઇફ્તિખારઅલીએ સદી કરી હતી. પિતાની આવી સિદ્ધિનું પુત્રે પુનરાવર્તન કર્યું હોય એવું પહેલી વાર બન્યું. પોતાના પિતાની માફક પહેલે જ વર્ષે પટૌડીએ ‘બ્લ્યૂ’ મેળવ્યો. ૧૯૬૧માં તો પટૌડીની બૅટિંગકળા ખીલી ઊઠી. ફેડ ટ્રુમન જેવા અત્યંત ઝડપી ગોલંદાજ ધરાવતી યૉર્કશાયરની મજબૂત ટીમ સામે મુકાબલો ખેલવાનો હતો. વીસ વર્ષના પટૌડીએ પીઢ અનુભવી જેવી રમત બતાવી. એણે પ્રથમ દાવમાં ૧૦૬ રન કર્યા, તો બીજા દાવમાં અણનમ રહીને ૧૦૩ રન કર્યા. પછી તરત જ મિડલસેક્સની ટીમ સામે ૧૪૪ રન કર્યા. સતત ત્રણ દાવમાં સદી કરીને પટૌડીએ સનસનાટી મચાવી દીધી. ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી સતત ચાર સદી નોંધાવવાનો વિક્ર્મ ઇફ્તિખારઅલી ધરાવતા હતા. આ પછી ગ્લેમોર્ગન પરગણાની ટીમ સામે જિમ મેકકોનોનની ગોલંદાજીમાં નજીવા ૨ને આઉટ થઈ જતાં પટૌડી પોતાના પિતાના વિક્ર્મને પહોંચી શક્યો નહીં, પણ એની જોશીલી Jain Education International *** K For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy