________________
ક્રિકેટના મેદાન પર ઘૂમ્યા | કરે. પટૌડીની નિશાળનું નામ હતું “લોકર્સ પાર્ક'. એક વાર એની નિશાળની ટીમ “ઇમ્સવર્થ હાઉસ” નામની નિશાળની ટીમ સામે મેદાને પડી. નાનકડો પટૌડી પૂરી તાકાતથી ખેલવા લાગ્યો. એમ કહેવાય છે કે એની ટીમે ૧૦૮ રન કર્યા, તેમાં ૧૦૦ રન તો એકલા પટૌડીના જ હતા. બાકીના
દસ ખેલાડીઓ માત્ર આઠ [૧૩ ઇફિતિખારઅલી જ રન કરી શક્યા. હરીફ ટીમનો દાવ આવ્યો ત્યારે વિરોધી ટીમના એકેએક ખેલાડીને આઉટ કરવામાં પટૌડીએ કોઈ ને કોઈ રીતે ફાળો 3 આપ્યો. કોઈને ગોલંદાજી, કોઈને રન આઉટ કરીને, તો કોઈનો કેચ | પકડીને આઉટ કર્યા.
આ પછી પટૌડી લોકર્સ પાર્ક' નામની નિશાળ છોડીને ઇંગ્લેન્ડની વિન્ચેસ્ટર કૉલેજ' નામની જાણીતી નિશાળમાં દાખલ થયા. ૧૯૫૮ના ઉનાળામાં એને સસેક્સ પરગણાની બીજી એક ટીમ સામે રમવાની તક મળી. એ ટીમમાં સસેક્સ પરગણાની ટીમનો સુકાની રોબિન માર્લર હતો, ચતુર ગોલંદાજ અને ટેસ્ટખેલાડી ઇયાન થોમ્સન હતો, જગપ્રસિદ્ધ ફટકાબાજ અને સ્પિનર ડેનિસ કોમ્પટન હતો. આવા નામાંકિત ખેલાડીઓ સામે સત્તર વર્ષના પટૌડીએ હિંમતભેર રમત બતાવી. એણે સદી તો કરી,
*
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org