________________
એઆંખની અજાયબી |
ઈ. સ. ૧૯૪૬ની વાત છે. ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડી રહી હતી. ભારતીય ટીમના સુકાની હતા નવાબ ઇક્તિખારઅલી (સ્વ. પૌડીના નવાબ).
એમણે ક્રિકેટના બૅટ બનાવતી ઇંગ્લેન્ડની જાણીતી પેઢીને જુદી જ જાતનું બૅટ બનાવવા કહ્યું. છ વર્ષનો છોકરો આસાનીથી ખેલી શકે એવા બૅટની માગણી કરી. વળી એના પર કોઈ ચુનંદા ખેલાડીના હસ્તાક્ષર હોવા જોઈએ.
જાતજાતનાં બૅટ બનાવનારી આ વિખ્યાત પેઢીએ આટલું નાનું અને તેય વળી હસ્તાક્ષરવાળું બૅટ બનાવ્યું ન હતું. બૅટ બનાવનારી પેઢીએ ખાસ એક નાનકડું હસ્તાક્ષરવાળું બૅટ તૈયાર કર્યું.
ભારતીય ટીમના સુકાની ઇફ્તિખારઅલીની ભાવના હતી કે પોતાનો પુત્ર એમની માફક ક્રિકેટના મેદાન પર અવનવી સિદ્ધિ મેળવે. કમનસીબે તેઓ પોતાના પુત્ર મનસૂરઅલીને તાલીમ આપી શક્યા નહીં. પોતાના પુત્ર મનસૂરઅલીની અગિયારમી વર્ષગાંઠે જ, ૧૯૫૧ની પાંચમી જાન્યુઆરીએ ઇક્તિખારઅલીનું હૃદય બંધ પડવાથી અવસાન થયું. ભારતે હૉકી, પોલો અને વિશેષ તો ક્રિકેટનો એક કુશળ ખેલાડી ગુમાવ્યો.
નાનકડો પટૌડી ઇંગ્લેન્ડમાં શિક્ષણ લેવા લાગ્યો. પિતાનો ક્રિકેટપ્રેમ એના લોહીમાં વહેતો હતો. નિશાળમાં અભ્યાસ કરે, પણ ચિત્ત તો
* પેઢીનું નામ હતું : મેસર્સ ગન ઍન્ડ મૂર લિમિટેડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org