SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આસપાસની રમણીય સૃષ્ટિનું બયાન કર્યું. ભૌમિયાનું વર્ણન સાંભળીને ! સાતે અંધ યુવાન રોમાંચ અનુભવવા લાગ્યા. જાણે પોતે જ આ દૃશ્ય નિહાળી રહ્યા ન હોય ! કિલિમાંજારો પર્વતના સુષુપ્ત જ્વાળામુખી સમા કીબો શિખરની ટોચ પર પહોંચવા માટે ઘણું ફરીને જવું પડે. જાણે બરફના ઘુમ્મટની પ્રદક્ષિણા કરવાની ન હોય ! આ માટે ત્રણ હજાર ફૂટનું અંતર કાપવાનું હતું. અઘરું ચડાણ. ચોતરફ બરફ. એમાંય ખાંચા બનાવીને આગળ ધપવાનું. આ ત્રણ હજાર ફૂટનું અંતર પાર કરતાં લગભગ નવ કલાક લાગ્યા. આમાં ચાર કલાક જેટલો સમય તો પગથિયાં ખોદવામાં ગયો. બરફ તોડીને એક પગથિયું તૈયાર કરે, પગથિયું તૈયાર કરીને જ એક એક ડગલું આગળ મૂકવું પડે ! ઈ. સ. ૧૯૬૯ના ફેબ્રુઆરીની બાવીસમી તારીખ. આ દિવસે અંધ સાહસિકોએ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાંજારોના સર્વોચ્ચ શિખર કીબો પર પગ મૂક્યો. ૧૯,૩૪૦ ફૂટના આરોહણ પછી દુનિયાને અજાયબ કરનારી સિદ્ધિ મેળવી. સાહસિકોના વિજયનો સંદેશો ધરતી પર પહોંચ્યો. એમને સાથ આપનારા જેદ્દે સેલિસબરીએ ખબર આપી, “મુશ્કેલી ઘણી આવી. એને પુરુષાર્થથી હટાવી દીધી. યુવાન સાહસવીરો સાચે જ અદભુત ખમીર ધરાવનારા આદમી નીકળ્યા.” ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે અભિનંદન પાઠવ્યાં. ૧૯૫૩માં એવરેસ્ટ શિખર પર આરોહણ કરનારી ટુકડીના નાયક લૉર્ડ હન્ટે વધાઈ આપી. અંધ યુવાનોએ દેખતાઓનેય દોહ્યલું એવું સાહસ કરી બતાવ્યું ! અપંગનાં ઓજસ છે ' % 4ન્સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy