SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધડાકે આવી કપરી કામગીરી ઉપાડી. આથીય વધુ આશ્ચર્યની બાબત એ હતી કે સાતેય યુવાન તદ્દન અંધ હતા. એમને સપાટ જમીન પર ચાલતાં બીજાનો સહારો લેવો પડે, લાકડીને ટેકે ટેકે સંભાળીને ડગ ભરવા પડે. આમાંય વારંવાર ઠોકર ખાવી પડે. ખાડા-ટેકરાનીય ખબર ન પડે. એ વળી પર્વત ચડી શકે કેવી રીતે ? તેય વળી કિલિમાંજાર ! કિલિમાંજારોનો અર્થ છે “પ્રકાશિત પર્વત'. એને વળી આ અંધ કેવી રીતે પાર કરી શકે ? સહુએ અંધ યુવાનોની વાતને હસી કાઢી. કોઈ કહે, “અરે યુવાનો ! આ તો તમે તુક્કા લડાવો છો. જ્યાં ચાલવાનાં ફાંફાં છે, ત્યાં વળી પર્વત ચડવાની વાત કેવી ? એય વળી દેખતો માનવી હારી ખાય એવા કિલિમાંજારો પર !” બીજા કોઈએ આ યુવાનોને મીઠી ચેતવણી આપતાં કહ્યું, “ભાઈઓ ! ભલા થઈને આવું જોખમ ઉઠાવવું રહેવા દો ! જમીન પર ચાલતાં પડી જશો તો કોઈ હાથ પકડીને ઉઠાડનાર મળશે, પણ પર્વત || પરથી ગબડ્યા તો ખીણમાં જતાં કોઈ બચાવનાર નહીં મળે.” કોઈ અનુભવીએ એવું સૂચન કર્યું, “તમે લાકડીના સહારે લડખડાતા ચાલી શકો છો ખરા. અરે ! રસ્તો બતાવે તો દોડી પણ શકો. તમે તરી | પણ શકો. હમણાં જ ઇંગ્લેન્ડના ચાર અંધ જુવાનોએ ફ્રાંસથી ઇંગ્લેન્ડ | સુધીની ઇંગ્લેન્ડની ખાડી સાડા ચૌદ કલાકમાં તરીને પાર કરી. તમે બધા એવું કોઈ તરવાનું સાહસ હાથ ધરી ને ? પણ આ પર્વત ચડવાનું જોખમ કરવું રહેવા દો.” આવી ઘણી ઘણી સલાહ-શિખામણ મળી. કોઈએ ડર ને ભય પણ બતાવ્યો. સાતે આફ્રિકી યુવાનો તો મનમાં ગાંઠ વાળીને બેઠા હતા કે ગમે તે થાય, પણ પાછા હઠવું નથી. આફત આવે તો પણ ડગવું નથી. મુશ્કેલીથી કદી નમવું નથી. કોઈ અંધજને મેળવી ન હોય તેવી કામયાબી મેળવવી છે. એથીય વધુ માત્ર દેખતો માનવી જ કરી શકે એમ મનાતું હોય તેવી બાબતમાં સિદ્ધિ મેળવવી છે. અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy