SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બાજી લગાવી જાનની સીત યુવાનોને સપનું આવ્યું ! સપનું કેવું ? કદી સાકાર ન થાય તેવું ! સાતેય વીસ વર્ષના ફૂટડા યુવાન. સહુના હૈયામાં હિંમત ભારે. એમના મનમાં થયું કે એવું કામ કરીએ કે કદી કોઈએ કર્યું ન હોય, એવું સાહસ કરીએ કે કદી કોઈએ કરવાની હામ ભીડી ન હોય. આવું થાય તો નામ થાય, યુવાનીનું સાચું કામ થાય. સાતે યુવાનોને થયું કે આપણે પર્વત પર ચડીએ : એના ઊંચા શિખરને અડીએ ! મારવો તો મીર, ને હણવો તો હાથી ! નાના નાના પર્વત તો ઘણા ચડે. કુશળ પર્વતખેડુ રમતવાતમાં એને આંબી જાય. યુવાનોને તો સાહસ કરવું હતું, અઘરો પડકાર ઝીલવો હતો, આપત્તિની મોજ માણવી હતી ! યુવાનોએ વિચાર કર્યો કે પર્વત પર ચડવું જ છે તો આપણા આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમાંજારો પર જ આરોહણ કેમ ન કરવું ? કિલિમાંજારો પર્વત એટલો ઊંચો હતો કે બધા એને ‘ભગવાનનું સિંહાસન’ કહે. ભગવાનનું સિંહાસન તો સહુથી ઊંચું જ હોય ને ! એની સહુ ભાવભક્તિથી પૂજા કરે. આ કિલિમાંજારોની ઊંચાઈ પૂરી ૧૯,૩૪૦ ફૂટની. એના સૌથી ઊંચા શિખર પર તો બારે માસ બરફ રહે. એના પર ઠંડી એટલી કે ન પૂછો વાત! સાત યુવાનોએ સાહસનો વિચાર તો કર્યો, પણ અગાઉ આમાંથી એકે યુવાન નાનો સરખો પર્વત પણ ચડી આવ્યો ન હતો. એમણે પહેલે ~* X Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy