SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચો કૂદકો લગાવતો વૉલ્ટર ડેવિસ પાર પાડીને જ અટકવું. વૉલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે બે મીટર અને ચાર સેન્ટિમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સર્યો. આ પંદરમી ઑલિમ્પિક સ્પર્ધામાં પહેલા જ દિવસે પ્રથમ ઑલિમ્પિક વિક્રમ સ્થાપનાર વૉલ્ટર ડેવિસ બન્યો. સૌપ્રથમ સુવર્ણચંદ્રક એને મળ્યો અને તાલીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વૉલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વૉલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે બે મીટર અને સાડા તેર સેન્ટિમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વૉલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વૉલ્ટરને માટે દાક્તરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી-ચલાવી શકશે નહીં એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. અપંગનાં ઓજસ છે કે ૨ % નક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy