SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો પડતો હતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કોઈનીય સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણી વાર એ પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વૉલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ દાક્તરો પણ મોંમાં આંગળાં નાખી ગયા, પણ વોલ્ટરના મનનો સંકલ્પ હજી અધૂરો હતો. એની ઇચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વવિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય, એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. આમાં અન્ય રમતો કરતાં પગની તાકાતની ઘણી કસોટી થાય. વૉલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુ ને વધુ | ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિકી શહેરમાં પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં ૯૯ દેશોના કુલ ૪૯૨૫ હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી એકવીસ વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઑલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેરઠેરથી તાકાતવાન ખેલાડીઓ આવે. દેશદેશના જોરાવર ખેલાડીઓ હોય. ઑલિમ્પિકમાં વિજય મેળવવો એ દરેક ખેલાડીના જીવનની સૌથી મોટી ઇચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વૉલ્ટર મેદાન પર આવ્યો. બે મીટર અને પાંચ સેન્ટિમીટરની ઊંચાઈ ધરાવતા વૉલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વૉલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીય હતાશ થઈને કામ છોડવું નહીં. કામ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy