________________
ઠેક લગાવે અને ઊંચે કૂદવાનો પ્રયત્ન કરે. હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જાય. આમ, એક પછી એક છોકરાંઓ આવવા લાગ્યાં અને કૂદકા લગાવવા માંડ્યાં.
નાનકડા વૉલ્ટરને પણ થયું “લાવ, હું પણ કૂદકો લગાવું.” પણ પોતાના સહેજે હાલી-ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડાની ઘોડી એણે જોઈ. એ નિરાશ થયો.
જ્યાં જાતે ચલાતુંય નથી, ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી ? પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા, “જો તું હતાશાને તારી પાસે ફરકવા દઈશ નહીં, તો તું જે ધારીશ તે કરી શકીશ.”
વૉલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એણે સહુથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાલીઓના ગડગડાટથી સહુએ એને વધાવી લીધો. વિજેતાનું ઇનામ મેળવી ગયો. અપંગ વૉલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાલીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો.
વોલ્ટરને થયું : “હું પણ એક દિવસ ચાલીશ. પછી કૂદકા લગાવીશ.' એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો [$ કૂદકો લગાવીશ. અરે ! હું તો વિશ્વવિક્રમ સ્થાપીશ.”
વૉલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. એનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં સતત એક શ્રદ્ધા હતી : “મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ માનવી મારી બરાબરી કરી શકશે નહીં.”
મહેનત કરવામાં વૉલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. દાક્તરની નાનામાં નાની સૂચનાનો એ પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધી કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કૅલિપર્સનો ઉપયોગ
I
૩
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org