________________
કે અવારનવાર એના નાકમાંથી લોહી પડતું હતું અને એકાએક શરીર | પર ચકામાં થઈ જતાં હતાં. આ રોગનું એ ચિહ્ન છે કે એમાં લોહી વહેવાનો ભય વધુ હોય. સહેજ છોલાય કે ભીંત કે બારણા સાથે અથડાય તો ઉઝરડા પડી જાય. શ્વેતકણો વધી જતા હોય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. હિમોગ્લોબિન ઘટી જાય છે. પાંચેક વર્ષ અગાઉ આ રોગ જીવલેણ અને અસાધ્ય ગણાતો હતો. પરંતુ એટ્રા નામની દવા | શોધાતાં આવા દર્દીઓમાં બચવાની અને જીવવાની આશા જાગી. એના પિતાએ એને વાત કરી. ટેનિસ ખેલવાની સાથોસાથ શારીરિક ટેસ્ટ કરાવવાની હારમાળા ચાલી. પાંચ મહિને રોગનું નિદાન થયું. મામૂલી રોગને બદલે મહારોગ નીકળ્યો ! કોરીનાની દુનિયા રાતોરાત પલટાઈ ગઈ. વીસેક મહિના પૂર્વે તો એ સ્ત્રીઓની ડબલ્સની સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને બિરાજતી હતી. ૨૦૦૧ની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં એલિસ ફરેરા નામની યુવતી સાથે એણે મહિલાઓની ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. કોરીનાની પ્રગતિ વણથંભી ચાલતી હતી અને એના ઉત્સાહથી તરવરતા ચહેરા પર કાયમ હાસ્ય ફરકતું રહેતું. એ હાસ્ય લૂછીને ત્યાં આંસુ મૂકવાનું કામ એના પિતા એલ્બિનને કરવું પડ્યું. ૧૩૯
અત્યાર સુધી ટેનિસના કોર્ટ પર સૂર્યપ્રકાશમાં ટેનિસ બૉલને ફટકારતી કોરીના માટે હવે એ સૂર્યપ્રકાશ વિલીન થઈ ગયો. ઘરના વાતાવરણમાં અને તેય પથારીમાં પડ્યા રહેવાનું અંધારઘેરું દુર્ભાગ્ય આવ્યું. ટેનિસની રમતની બોલબાલા એટલી કે દુનિયાભરમાં કેટલીય ટેનિસ-સ્પર્ધાઓ ખેલાય અને એમાંથી ખેલાડીને મબલખ કમાણી મળતી હતી. ઉત્કૃષ્ટ ખેલાડી તો બધે પહોંચી વળવા માટે પોતીકું જેટ વિમાન રાખે અને ઘરની પાસે એ તૈયાર જ હોય. કોરીનાના જીવનનો મોટાભાગનો સમય આ રીતે દેશવિદેશમાં સ્પર્ધાઓ ખેલવામાં ગયો હતો. ઘેર રહેવાનું બહુ ઓછું બનતું. આવે સમયે કોરીનાને એકાએક ઘરની ચાર દીવાલોમાં રહેવાનું ફરજિયાત બન્યું. જીવનના આ આશ્ચર્યજનક પરિવર્તન તરફ જોતી કોરીનાના દેહ પર પણ પરિવર્તનના પડછાયા પડવા લાગ્યા. એના ભૂખરા ટૂંકા વાળ ધીરે ધીરે ખરવા લાગ્યા. હસમુખો ચહેરો અને ટૂંકા ભૂખરા વાળથી જાણીતી કોરીના સાવ બદલાઈ ગઈ. કેમોથેરાપી લેવા જાય ત્યારે પ્રત્યેક સમયે એની કેટલીય આડઅસરો અનુભવવા લાગી.
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org