________________
સંજોગોને ઘડનારી
પતાને માટે આનાથી વધુ બીજી કોઈ કપરી ક્ષણ હોઈ શકે ખરી ? સામે ચાલીને પુત્રીને પ્રાણઘાતક રોગના સમાચાર આપવાના હોય !
ચોવીસ વર્ષની કોરીનાના જીવનમાં માત્ર બે જ બાબત હતી. એક અભ્યાસ અને બીજી ટેનિસની રમત. આ સિવાય બાહ્યજગતથી સાવ અજાણ અને તદ્દન અલિપ્ત.
આવી કેરીનાને એના ડૉક્ટર પિતા એલ્બિન મોરારીઉને પુત્રીને જઈને કહેવું પડ્યું કે તારી ટેનિસની મહત્ત્વાકાંક્ષાઓ પર હવે તારે પૂર્ણવિરામ મૂકવું પડશે. હવે તારે જીવવા કાજે યાતનાભરી ચિકિત્સા લેવી પડશે. કોરીના માટે મધુરાં શમણાંની રાખ બની જાય એવી સ્થિતિ આવીને ઊભી રહી. હજી જીવનમાં સિદ્ધિના શિખરે પગ મૂક્યો હતો, ત્યાં એકાએક સાવ તળેટીમાં આવી ગઈ !
ડૉક્ટર પિતાએ ૧૯૭૮ની છવ્વીસમી જાન્યુઆરીએ જન્મેલી કોરીનાને કહ્યું કે તારી શારીરિક તપાસ અને બધા ટેસ્ટ કરતાં એવું તારણ નીકળ્યું છે કે તને એક્યુટ પ્રોમિલોટિક લ્યુકેમિયા થયો છે. લ્યુકેમિયા એટલે લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કેન્સર. કોરીનાએ એની જિંદગીમાં ક્યારેય આવા રોગનું આવું અટપટું નામ સાંભળ્યું નહોતું. પહેલી વાર એને આ પ્રકારનો રોગ હોય છે અને વ્યક્તિને એનાથી કેવી કેવી બીમારીઓ ભોગવવી પડે છે, તેની જાણ થઈ. પિતાએ આશ્વાસન આપતાં કહ્યું કે આમાં દર્દી પંચોતેરથી એંશી ટકા જીવી જાય છે, પરંતુ એને માટે લાંબી અને વેદનાભરી સારવાર લેવી પડે છે.
આ ઘટના પૂર્વે કોરીનાને માત્ર એક જ ફરિયાદ હતી અને તે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org