________________
*| elle lehle
કૅન્સરની વેદના એના શરીરને મચડી નાખતી હતી અને ટેનિસ ખેલાડી તરીકે મજબૂત મસલ્સ ધરાવતી કોરીનાના મસલ્સ ગળવા લાગ્યા.
આ સમયે કોરીના મનોમન વિચારતી કે શું હું હવે ફરી ક્યારેય સ્વસ્થ નહીં બની શકું ? ટેનિસની વાત તો દૂર રહી, કિંતુ દસ મિનિટ ચાલવું હોય તો પણ કોરીનાને પારાવાર પીડા થતી અને વારંવા૨ નબળાઈને કારણે વચ્ચે બેસી જઈને થાક ખાવો પડતો. ટેનિસના કોટ પર એક છેડેથી બીજે છેડે હરણીની માફક ઊછળતી-કૂદતી કો૨ીનાને માટે એ દિવસો, એ શક્તિ, એ ઝડપ બધું જ જાણે અતીતનું સ્વપ્ન
બની ગયું.
=
ટેનિસનો લગાવ એટલો કે ગયે વર્ષે એ અમેરિકન ઓપન સ્પર્ધા ખેલાતી હતી ત્યારે એને નિહાળવા માટે ગઈ. એને જોઈને સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. આ કોરીના ! ટેનિસની મિક્સ ડબલ્સની સ્પર્ધામાં વિરોધીની એકેએક ચાલને નિષ્ફળ બનાવનારી કોરીના આવી થઈ ગઈ ! એ બે દિવસ સુધી અમેરિકન ઓપન ટેનિસ-સ્પર્ધા જોવા આવી. એના નિર્બળ દેહ અને ગંભીર રોગને જોનારાઓએ એટલું તો પાકે પાયે માન્યું કે હવે પછી તેઓ કો૨ીનાને ક્યારેય ટેનિસ ખેલતી જોઈ શકશે નહીં.
કોરીનાએ નક્કી કર્યું કે ગમે તે થાય... ટેનિસના મેદાન પર પાછા આવવું છે. એનું આ સ્વપ્ન જોઈને એના સ્વજનો હસતા હતા. એના સાથીઓ એની આ વાત સ્વીકારવા હરિંગજ તૈયાર ન હતા. એના ડૉક્ટર પિતા એને એટલી હિંમત આપતા કે તું જરૂ૨ સ્વસ્થ થઈશ, પરંતુ કોઈ એમ માનતું નહોતું કે કોરીના ફરી ટેનિસ ખેલવા પાછી આવશે. ૨૦૦૧ના નવેમ્બર સુધી તો કોરીનાની કેમોથેરાપીની સારવાર ચાલુ રહી. વીસ મીટર ચાલવું હોય તો પણ એને આકરું પડતું હતું. વચ્ચે થોભીને, થાક ખાઈને આગળ ચાલી શકતી. આ હાલત પછી દસ મહિના બાદ કોરીના ટેનિસ કોટ પર દેખાઈ. એણે સાબિત કરી આપ્યું કે સંજોગો માણસને ઘડતા નથી, પણ માણસ સંજોગોને ઘડે છે. આ પછી કોરીના ૨૦૦૨ની અમેરિકન ઓપન ટેનિસમાં ભાગ લેવાના મનસૂબા સાથે ખેલવા લાગી. એની નજર સામે એવા કિસ્સા તરતા હતા કે જેઓએ અપ્રતિમ હિંમત
~_
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org