SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ હિંમતીબાજ ફિલિપ બાળકનું સ્વપ્ન કેવું સોહામણું હોય ! પાંચ-છ વર્ષના ફિલિપ ડદ્ધિશાયરને ઘૂઘવતા અફાટ સાગરમાં ઊંચે ઊછળતાં મોજાંઓ વચ્ચે સ્કી કરવાનું સ્વપ્ન હતું. આ બાળકને દોડવું હતું, તરવું હતું, સાઇકલ-સ્પર્ધામાં ભાગ લેવો હતો અને ફૂટબોલ જેવી પગની પુષ્કળ તાકાત માગતી રમત પણ ખેલવી હતી. ફિલિપને દરિયાકિનારે સ્કી કરતા સહેલાણીઓ અને શોખીનોને જોઈને એની માતા કેરોલને વારંવાર કહેતો, “મા, હું મોટો થઈશ અને દરિયાના ઘૂઘવતા સાગરમાં મોજમસ્તીથી સ્કી કરીશ. ફૂટબૉલ રમવું મને ગમે ખરું, સ્કેટિંગમાં પણ મજા આવે છે, પણ મને ખરેખરી મજા આવે છે સ્કીઇંગમાં. સ્કીઇંગ એટલે સ્કીઇંગ. અફાટ સાગર વચ્ચે એકલા આમતેમ ઘૂમવાની, ઊંચે કૂદવાની કેટલી બધી મજા પડે !” - માતા કૈરોલ ઉદાસીન આંખે, ચિંતામગ્ન ચિત્તે અને દુભાયેલા હૃદયે દીકરાની કાલીઘેલી વાતો સાંભળતી હતી. એ જાણતી હતી કે ફિલિપના સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે આકાશ અને ધરતી જે ટલું નહીં, પણ આકાશ અને પાતાળ જેટલું અંતર છે. . ફિલિપ પગનાં હાડકાંની એવી વિચિત્ર બીમારી ધરાવતો હતો કે એને માટે કોઈ પણ રમત ખેલવી એ એક સ્વપ્ન જ ગણાય. જાણે જન્મથી જ અભિશાપ પામ્યો હોય એ રીતે ઇંગ્લેન્ડનો ફિલિપ ડબિંશાયર ભાગ્યે જ કોઈકને થતી હોય તેવી પગનાં હાડકાંની બીમારી સાથે જન્મ્યો હતો. બાયલેટરલ પેરાઝીલ ફિબ્યુઅલ હેમેલિઆ નામની આ બીમારીને કારણે એના જમણા પગની નીચેના ભાગમાં બહારનું અસ્થિ ઘણું નાનું હતું અને એના બીજા પગમાં બહારનું કે આગળ પડતી બાજુનું અસ્થિ | એક તૃતીયાંશ જ હતું. આ એક વિચિત્ર રોગ હતો અને ૧૯૮૮માં સમગ્ર ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy