SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંગ્લેન્ડમાં આવો રોગ ધરાવતી માત્ર ચાર વ્યક્તિઓ હતી. ફિલિપનાં માતાપિતાને આ રોગ વિશે ડૉક્ટરે જાણ કરી, પણ એમને આની ગંભીરતાનો ખ્યાલ આવ્યો નહીં અને માત્ર એટલું જ માન્યું કે આ છોકરાના પગે ત્રણ આંગળા છે એ જ મોટી તકલીફ છે. એ સમયે ફિલિપની માતા કૅરોલ અને એના પિતા ડેવિડ પોર્ટુગાલમાં ફેમિલી વેકેશન ગાળવા જતાં હતાં અને ત્યારે એમને ફિલિપની આ બીમારીનો ખ્યાલ આવ્યો, પરંતુ ફિલિપ પોતે આ પ્રવાસને માટે એટલો બધો ઉત્સાહિત હતો કે એને એની બીમારીની વાત કરવી ઉચિત માની નહીં. રજાઓ ગાળવાના આ સમયમાં ફિલિપ ખૂબ દુ તર્યો, પાણીમાં ઊંડે ડૂબકીઓ 3 લગાવી અને લાંબી દોડ | લગાવી. એ પછી ફેમિલી ની વેકેશન પૂરું થતાં કેરોલ અને કૃત્રિમ પગો કાઢીને બેઠેલો ફિલિપ A ડેવિડ પાછા આવ્યાં અને એમણે ફિલિપને એ વાતથી માહિતગાર કર્યો કે છેલ્લાં બે વર્ષથી એનો રોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને હવે એણે એના બંને પગ કપાવવા (૧૧/ ' પડશે. આવે સમયે ફિલિપે માત્ર પોતે પગમાં પગરખાં પહેરી શકતો નથી એ મુશ્કેલીની જ વાત કરી. કૅરોલે ઓપરેશનની વાત કરી, ત્યારે દશ વર્ષના ફિલિપે પોતાનો વિચાર કરવાને બદલે માતાપિતાને કહ્યું, “એમાં શું? આવા ઑપરેશનથી તો એને વધુ સારું થશે. મોકળે મને ખેલી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy