________________
૩૩
સ્વપ્નની ક્ષિદ્ધિ
હમદર્દીનું બીજું નામ છે કૅન કૉલમન.
કોઈ માલિક પોતાના નોકર-ચાકરને માટે કેટલી હમદર્દી દાખવી શકે ? એ પોતાને ત્યાં ઘરકામ કરનારને મુશ્કેલીના સમયે થોડીક આર્થિક મદદ કરશે. જરૂર પડશે તો એનું ધ્યાન રાખવાની કોઈ ડૉક્ટરને સિફારિશ કરશે. એથીય વધુ હમદર્દ માનવી હોય તો એ નોકર-ચાકરને આર્થિક નિર્વાહ માટે થોડી રકમ આપશે. પરંતુ અમેરિકા જેવા દેશમાં એવા માણસો મળે છે કે જે પોતાને ત્યાં પૂરું વેતન લઈને કામ કરનારાઓને જાત ઘસીને મદદ કરવા તૈયાર હોય છે.
વાત છે કે કૉલમનની અને એના પૅરમોસા બીચની સત્તરમી સ્ટ્રીટમાં વસતા કૉલમનના ઘરમાં ગૃહસફાઈ કરનાર કેરોલ વેલામની. આ કેરોલે પંદરેક વર્ષ સુધી કૉલમન અને એની આસપાસનાં ઘરોમાં ગૃહસફાઈનું કામ કર્યું હતું, પરંતુ બેંતાલીસ વર્ષની કેરોલ વેલામના જીવનમાં અણધારી આંધી આવી. કલ્પના પણ કરી ન હોય એ રીતે એના જીવનને છિન્નભિન્ન કરનારો અકસ્માતરૂપ પ્રહાર થયો.
થેલામ એની બીમાર માતાને મળવા જતી હતી. માતાના ઘરની આજુબાજુ આવેલી દુકાનમાં પ્રાચીન કલા-કારીગરી ધરાવતાં કાચનાં વાસણો જોઈને એ બહાર નીકળી, ત્યારે એકાએક તદ્દન ખવાઈ ગયેલું એવું ઑકનું વૃક્ષ તૂટીને એના પર પડ્યું. વૃક્ષનું મજબૂત થડ થેલામ પર પડતાં એ જમીન પર પડી ગઈ. આસપાસ લોકો એકત્રિત થઈ ગયા. માંડ માંડ થડની નીચે દબાયેલી થેલામને બહાર કાઢી. થડ વાગવાને કારણે કેરોલ વેલામની કરોડરજ્જુ પર ગંભીર અસર થઈ હતી અને એના જમણા હાથના જ્ઞાનતંતુને ભારે નુકસાન થયું હતું.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org