SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ માંડ્યો. એમાં અથડાવાનો, પછડાવાનો અને વાગવાનો ભય હોવા છતાં એણે કશી દરકાર કરી નહીં. સાઇડકાર ધરાવતી મોટરસાઇકલ રાખીને એ પોતાના શરીરને એના પર બરાબર ગોઠવતો હતો. શરૂઆતમાં આવી રીતે મોટરસાઇકલ ચલાવવા જતાં નાના-મોટા અકસ્માત પણ થયા, પરંતુ ઇયાન ઑલવે અને એનો સાથી ક્લિવ ડિક્સન મનમાં એવો સંકલ્પ કરીને મેદાને પડ્યા કે ગમે તે થાય, પણ પાછા પડવું નથી અને સિદ્ધિ હાંસલ કર્યા વિના જંપવું નથી. બન્યું પણ એવું કે આ બંનેએ શરૂઆતની ટ્રાયલ-સ્પર્ધામાં સફળતા મેળવવા માંડી. ક્યારેક એવું પણ થતું કે ઝડપથી મોટરસાઇકલ ચલાવવા જતાં ઇયાન આલવે પાણીમાં ધુબાકા સાથે પડતો. માત્ર એક ભય સતાવતો રહેતો કે જો બાઇક ઇયાન ઓલવે પર પડે, તો એને ઘણી ગંભીર શારીરિક ઈજા થાય, તેથી એનો સાથી ક્લિવ ડિક્સન ઇયાન લવે જમીન પર પડે, ત્યારે પહેલું કામ એ બાઇકને ઉપાડીને બાજુએ ખસેડવાનું કરે છે. ઇયાન ઓલવેએ મોટરસાઇકલ ચલાવવાની જ નહીં, કિંતુ ઝડપભેર દોડાવવાની સિદ્ધિ મેળવી, પણ સાથોસાથ ઘણી મહેનત કરીને એણે મિકેનિકની નોકરી મેળવી. બન્યું એવું કે “ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ બ્લાઇન્ડ નામની સંસ્થાએ ઇયાન ઓલવેને કહ્યું કે તમે ગમે તેટલું કરશો, તો પણ | દષ્ટિના અભાવને લીધે મોટર-મિકેનિક બની શકશો નહીં. ઇયાનને યંત્રો સાથે ગાઢ દોસ્તી, પછી તે મોટરસાઇકલ હોય કે મોટર હોય. ઇયાન ઓલવેએ મનમાં નકકી કર્યું હતું કે નોર્મલ લોકો કરે, તે બધું કરવાનું એનું ધ્યેય છે. આથી લેશમાત્ર હતાશ થયા વિના એણે મોટર-મિકેનિકનું કામ શીખવા માંડ્યું. એની પ્રેયસી હેલનની મોટરકાર દ્વારા એ મિકેનિકના પ્રાથમિક પાઠો શીખ્યો અને પછી કામ બરાબર આવડી જતાં ઇયાન ઓલવેએ એસી જેટલાં સ્થાનિક ગેરેજોમાં મિકેનિક તરીકેની નોકરી માટે અરજી કરી. આ બધાંમાંથી એકમાત્ર “હૉલબોર્ન ગેરેજ' નામના ગેરેજે આ યુવાનને નોકરીમાં હાજર થવા કહ્યું, ત્યારે ઇયાનના આનંદનો પાર ન રહ્યો. ૧૫૪, અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy