________________
એની પાસે ગોલ્ફની રમત હતી. તેથી એણે આ ચૅરિટી મેચનું આયોજન | કર્યું.
ટેરીની એકતાલીસ વર્ષની પત્ની કેરોલ અને એની સત્તર વર્ષની પુત્રી કી ડૉ. જો અડુ અને કેરી વચ્ચેની ગોલ્ફ મેચ જોવા આવ્યાં. ડૉક્ટરો, નર્મો અને મિત્રો પણ ઇંગ્લેન્ડના બર્મિંગહામના આ બે નિવાસીઓ વચ્ચેની ચૅરિટી મેચ જોવા ઊમટ્યાં. ટેરીનો માર્ગદર્શક શ્વાન ઝીયસ એના કામે લાગી ગયો હતો અને એ દિવસે ટેરીના સાથી તરીકે રોય એલેસ કામ કરતા હતા. એ ટેરીને દડાની દિશા અને એના દૂત્વનો ખ્યાલ આપતા હતા. ટેરી ખૂબ ફોર્મમાં હતો અને એક પછી એક શાનદાર શોટ લગાવતો હતો. •
ડૉ. જો અડુ એટલા પ્રસન્ન થયા કે તેઓ બોલી ઊઠ્યા, “વાહ ટેરી, આટલી બધી સમસ્યાઓ સાથે તું ગોલ્ફ ખેલી શકે છે અને તે પણ આટલી સારી રીતે. શાબાશ.”
ડૉ. જો અડુને એક બીજો પણ આનંદ હતો કે ડાયાલિસિસ કરાવતો દર્દી સૂર્યના પ્રકાશમાં ખેલીને જિંદગીનો આનંદ માણતો હતો. આ મેચમાં |૧૫૧| ટેરીએ ગોલ્ફ ખેલવાની એની કુશળતાથી સહુને ખુશ કરી દીધા. આને પરિણામે બે હજાર પાઉન્ડ જેટલી રકમ રીનલ યુનિટ માટે એકત્રિત થઈ, $ એટલું જ નહીં પણ કેટલીક કંપનીઓએ બીજાં સાધનો પણ ભેટ આપ્યાં.
ટેરીએ એકવીસ હૅન્ડિકંપ નોંધાવ્યા, જે દેખતા ગોલ્ફરને માટે પણ ઘણો સારો દેખાવ ગણાય. એ અંગે આ મૅચના સહ-આયોજક ડેવ મોરિસે કહ્યું,
ટેરી અંધ થયો હતો એ પૂર્વે આ ક્લબનો નિયમિત ગોલ્ફર હતો, પણ હવે ટેરી એ ક્લબનો સ્ટાર ખેલાડી બની ગયો છે.”
અપંગનાં ઓજસ
છે ?
-
X 4
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org