________________
ગોલ્ફના મેદાન પર ગયો. એને પૂરો અહેસાસ હતો કે એ હવે પાછો પૂર્ણ | સ્વસ્થ બની શકે તેમ નથી, પરંતુ એની સાથોસાથ એના અરમાન હતા કે જે શેષ આયુષ્ય છે તે આનંદપૂર્વક વ્યતીત કરવું. ગોલ્ફ એને જીવન જીવવાનો હેતુ આપ્યો હતો અને એ હેતુથી એનું જીવન મુસીબતો સામે હસતે મુખે લડતું હતું.
આ ચાર વર્ષોમાં કેરોલે કેટલાંય આંસુ સાર્યા હતાં. ક્યારેક ટેરી અને કેરોલે પરસ્પર સાથે સામસામી આકરી દલીલો કરી હતી. ક્યારેક સાથે મળીને પુષ્કળ હસ્યા હતા અને ક્યારેક અકથ્ય, અણધારી આપત્તિ આવતાં સાથે મળીને ખૂબ રડ્યા પણ હતા. તેઓને માટે જીવનપંથ અતિ આકરો હતો, પણ એ પંથને હિંમતભેર પસાર કરવા માગતા હતા. જે દઢ મનોબળથી ટેરી વોલેસ આ બધી આપત્તિઓ સહન કરતો હતો, એ જોઈને એના પોતાના પતિ માટે ગર્વ અનુભવતી હતી.
આખરે ટેરી વોલેસ ગોલ્ફ રમવા મેદાન પર આવ્યો, ત્યારે એને ગોલ્ફના “ટી' સુધી લઈ જવાનું કામ વોલેસનો ત્રણ વર્ષનો માર્ગદર્શક શ્વાન ઝીયુસ કરતો હતો. વળી ટેરી વોલેસની સાથે આવેલો એનો ૧૪૯ મદદનીશ એને ગોલ્ફના દરેક શૉટ પહેલાં સલાહ આપતો હતો. એક સાથી, એક શ્વાન અને એક મોબાઇલ ડાયાલિસિસ સિસ્ટમ સાથે ટેરી | વોલેસ ફરી ગોલ્ફના મેદાન પર ઘૂમવા લાગ્યો. સહુ કોઈ આ અંધ ગોલ્ફર ખેલાડીની રમત જોવા આવવા લાગ્યા. શ્વાન ઝીયસ ટેરી વોલેસને દડાની પાસે લઈ જતો. એ પછી એનો મદદનીશ એને કઈ દિશામાં અને કેટલો દૂર શૉટ લગાવવાનો છે એનું વિગતવાર વર્ણન કરતો. ત્યારબાદ એ ગોલ્ફના પોલ પાસે જઈને અવાજ કરતો અને ટેરી એ અવાજની દિશામાં શૉટ લગાવતો. ખેલાડી જ્યારે રમત રમે છે, ત્યારે એના હાથ, પગ, ખભા એ બધાનું સંયોજન સાધે છે. ટેરી વોલેસને આવાં સંયોજનોની સાથોસાથ કેટલાંક બહારનાં સંયોજનો પણ સાધવાનાં અને સિદ્ધ કરવાનાં હતાં.
ટેરીના મનમાં વિચાર આવ્યો કે કેટલા બધા લોકોની દુવાથી પોતે ગોલ્ફના મેદાન પર પાછો આવ્યો છે. લોકોની એ શુભેચ્છા અને
ઓજસ
Ichk
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org