________________
કેરોલની વ્યથાનો પણ પાર નહોતો. એને આશા હતી કે એનો પતિ ગોલ્ફ ખેલીને નિરાશામાંથી બહાર આવશે, પરંતુ હવે કિડની ફેઇલ થતાં એની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. એ વિચારતી હતી કે આવા રોગોના અંધકારમાં એકાએક ફૂટતું આશાનું એક કિરણ એ એની સાથે જીવનદેવતાની કોઈ ક્રૂર મજાક તો નથી ને !
ટેરી નિરાશ થઈને બેઠો હતો. કેરોલ સૂનમૂન હતી. દીકરી કીને કશું સૂઝતું નહોતું અને ડાયાલિસિસને માટે ડૉક્ટરના આગમનની રાહ જોવાતી હતી. ડૉક્ટર આવ્યા અને ટેરીની ગોલ્ફ ખેલવાની તમન્ના જાણીને એમને અપાર હર્ષ જાગ્યો. એમણે કહ્યું, “ટેરી, તમારે ડાયાલિસિસ કરાવવું પડશે એ હકીકત છે, પરંતુ એ પણ હકીકત છે કે જો તમે તમારું વૈર્ય અને હિંમત જાળવી રાખશો, તો જરૂર ગોલ્ફ ખેલી શકશો.”
“ડૉક્ટર, વિધિએ તો અમારી સાથે ઘણી મજાક કરી છે, પરંતુ તમે પણ મજાક કરતા લાગો છો.” કેરોલે કહ્યું, “ગોલ્ફની વાત તો જવા દો,
પણ ડાયાલિસિસ પર રહેલો દર્દી કઈ રીતે મેદાન પર જઈને ખેલવાનો ૧૪૮ આકરો પરિશ્રમ કરી શકે ?”
ડૉક્ટરે કહ્યું, “ના, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે જો ટેરી દઢ સંકલ્પ કરશે તો જરૂર ગોલ્ફ રમી શકશે.”
ડૉક્ટરના આ શબ્દો સાંભળતાં ટેરી વોલેસ આનંદથી ઊછળ્યો.
સોફા પર બેઠેલો ટેરી આનંદભેર કૂદ્યો. એની તો આ જ પ્રબળ ઇચ્છા હતી. એ સમયે કન્ટિન્યુઅસ એગ્યુલેટરી પેરિટોનલ ડાયાલિસિસ નામની એક નવી પદ્ધતિ શોધાઈ હતી. સી.એ.પી.ડી. નામની આ ડાયાલિસિસની પદ્ધતિથી ટેરી વોલેસ નિરાંતે હરીફરી શકે તેમ હતો. હૉસ્પિટલના પલંગ પર જીવન ગાળવાને બદલે એ રમતના મેદાન પર ઘૂમી શકે તેમ હતું. એણે માત્ર પોતાના ખિસ્સામાં એક નાનકડી બૅગ રાખવાની હતી, જેમાં કિડનીમાંથી નીકળેલું પ્રવાહી એકત્રિત થયા કરે.
ટેરી ઊંડા વિચારમાં ડૂબી ગયો. આ જિંદગીનો રંગ પણ કેવો છે !
ટેરીએ જીવનના અનેક આનંદો પર પૂર્ણવિરામ મૂકી દીધું, પરંતુ ગોલ્ફની રમતનો જીવનનો પરમ આનંદ હજી જીવંત હતો. ટેરી વોલેસ,
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org