SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ elle ll-lehle તકના ટકોરા સંભળાતા હતા, ત્યાં જ એ તક હાથતાળી આપીને ચાલી ગઈ. ટેરી વોલેસ આવા વિચારોમાં ડૂબેલો હતો, ત્યારે એની પત્ની કેરોલે આવીને એને હિંમત આપી અને કહ્યું, “અરે ! હજી સ્પર્ધાનો દિવસ તો ઘણો દૂર છે. આટલા દિવસમાં તો તમે સ્વસ્થ થઈને ફરી ગોલ્ફ ખેલી શકશો. એમાં નાસીપાસ થવાની કશી જરૂર નથી.” ટેરીએ મન મક્કમ કર્યું. કોઈ પણ સંજોગોમાં ગોલ્ફની સ્પર્ધામાં ભાગ લેવાનો દૃઢ નિર્ધાર કર્યો. ડાયાબિટીસ પજવતો હતો. અંધાપો અવરોધરૂપ બન્યો હતો અને હાર્ટ એટેકને કારણે શ્રમ લેવા અંગે ઘણી શારીરિક મર્યાદાઓની દીવાલ ચણાઈ ગઈ હતી, આમ છતાં એણે નક્કી કર્યું કે મન પ્રફુલ્લિત રાખીને અને સંકલ્પને મજબૂત રાખીને જલદીથી સ્વસ્થ થઈ જાઉં અને પાછો ઇંગ્લૅન્ડની ટીમ તરફથી ગોલ્ફના મેદાનમાં કામિયાબી મેળવતો રહું. એ ગાળામાં અંધ ટેરીની ગોલ્ફ ખેલવાની આવડત જોઈને એને ઇંગ્લૅન્ડની પ્રજ્ઞાચક્ષુઓની ગોલ્ફ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો. બસ, હવે તો મારી ટીમને વિજય અપાવું અને ગોલ્ફરોની દુનિયામાં અંધ ગોલ્ફરોની ટીમનો મહિમા કરું, એવા મકસદ સાથે ટેરી પ્રેક્ટિસ કરવા લાગ્યો. એવામાં ટેરી વોલેસને કાને સાંભળવાનો પ્રશ્ન ઊભો થાય છે. ધિરતા આવી ગઈ. ડૉક્ટરો ફરી ચિકિત્સા કરવા લાગી ગયા અને લાંબી તપાસને અંતે જાહેર કરે છે કે ટેરીને ગળાનું કૅન્સર છે ! નિદાન સાંભળીને ટેરીએ અટ્ટહાસ્ય કર્યું. એ વિચારતો હતો કે કેવા એક પછી એક રોગનો એ ભોગ બનતો જાય છે. એ જીવનમાંથી આનંદ પામવા પ્રયાસ કરે છે, ત્યાં જ મહાવ્યાધિનો કોઈ એવો પ્રબળ આઘાત આવે છે કે એના આનંદને જીર્ણશીર્ણ કરી દે છે. સુખની થોડીક આશા જાગી હોય, ત્યાં જ એ મૃગજળ સાબિત થાય છે. વળી એવા રોગો ઘેરી વળે છે કે જે એક રોગનો પ્રતિકાર કરવો કઠિન અને જીવલેણ હોય, ત્યાં અહીં તો એક પછી એક મહારોગ આવ્યા કરે છે. ~* Jain Education International For Private & Personal Use Only A X www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy