SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ક્ષમાથાઓની ભ્રોબd. વાપાસ ઉલ્લાસભર્યું ખુશનુમા અજવાળું પથરાયેલું હોય, જિંદગીમાં મહેકતી વસંત ખીલી ઊઠી હોય, હસમુખી પત્ની અને વહાલસોયી પુત્રી હોય અને હરિયાળાં મેદાનો પર કલાકો સુધી પોતાની અતિ પ્રિય રમત ગોલ્ફ ખેલવા મળતી હોય, ત્યારે જીવનમાં બીજું જોઈએ શું? ઇંગ્લેન્ડના બર્મિંગહામ શહેરના સુખી ટ્રક ડ્રાઇવર ટેરી વોલેસના જીવનમાં ચોમેર આનંદનો સાગર ઊછળતો હતો, પણ એનો આ ઊછળતો આનંદ અલ્પજીવી બની રહ્યો. એકાએક ડાયાબિટીસને કારણે એની જમણી આંખના પડદા પર અસર થઈ અને દેખાતું બંધ થયું. વોલેસે તત્કાળ સારવાર લીધી અને થોડો સમય આંખનું એ અજવાળું પાછું આવ્યું, પણ એ પછી બમણા વેગે દુર્ભાગ્ય ધસી આવ્યું ! ડાયાબિટીસને કારણે એની બંને આંખોના પડદાને એટલી બધી અસર થઈ કે એ અંધ બની ગયો. વસંતનાં પુષ્પો મહેકતાં હતાં, એવા સમયે જ એની જિંદગીમાં એકાએક પાનખર ત્રાટકી અને સમગ્ર જીવન અંધકારમય બની ગયું. અંધત્વની એકલતાને પરિણામે એને એક પ્રકારના ખાલીપાનો અનુભવ થવા લાગ્યો. એનું મન આવી લાચાર, દયનીય પરિસ્થિતિને સ્વીકારવા લેશમાત્ર રાજી નહોતું. એને લાગ્યું કે એની આંખોની રોશની જ ચાલી ગઈ નથી, બલ્ક એની સાથે એના જીવનની રોશની પણ બુઝાઈ ગઈ છે. ટેરી વોલેસ ઘરના એક ખૂણે સૂનમૂન બેસી રહેતો. જીવનની એક વાતમાં એને સહેજે રસ પડતો નહીં. થતું કે અંધાપાને કારણે નોકરી તો ગઈ, પરંતુ એને કારણે હજી ભવિષ્યમાં કેટલાય વધુ આઘાતો સહેવા પડશે. ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy