________________
તાલીમબાજ નહોતા. એથીય વધુ એ કોચ સ્પર્ધા પૂર્વે ખેલાડીને “વૉર્મઅપ' કરાવે છે. આવી પૂર્વતૈયારીની માલતીને ખબર નહોતી અને એને એ અંગે કોઈ સૂચન કે માર્ગદર્શન મળ્યાં નહોતાં.
પરિસ્થિતિનો વસવસો કરવાને બદલે માલતીએ એમાંથી માર્ગ કાઢીને આગળ વધવાનું નક્કી કર્યું. ૧૯૮૯માં ડેન્માર્કમાં વર્લ્ડ માસ્ટર્સની સ્પર્ધા યોજાઈ. માલતીએ આમાં પ્રવેશ મેળવ્યો. બીજા સ્પર્ધકોની તાલીમનો. અભ્યાસ કર્યો અને આ સ્પર્ધામાં એણે એકસો મીટર, બસો મીટર, ગોળાફેંક અને રકાબી ફેંક – એમ ચાર ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધો.
ડેન્માર્કે માલતીની દુનિયા બદલી નાખી. આ ચારેય સ્પર્ધાઓમાં માલતી સર્વશ્રેષ્ઠ પુરવાર થઈ અને સુવર્ણચંદ્રક-વિજેતા બની. એ સમયે વિકલાંગો માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચાર-ચાર સુવર્ણચંદ્રક મેળવનારી માલતી પહેલી ભારતીય ખેલકૂદવીર બની. હવે માલતી માટે સિદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં. ૧૯૯૧માં ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ શહેરમાં ઑસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ યોજાઈ. આ સ્પર્ધામાં ગોળાફેંક અને રકાબીફેંક
ઉપરાંત માલતીએ ભાલાફેંકમાં પણ ભાગ લીધો અને ત્રણે સ્પર્ધામાં ૧૪૦ ઑસ્ટ્રેલિયાના નવા રાષ્ટ્રીય વિમો સર્યા.
આ સ્પર્ધાના વિજયો અસામાન્ય એટલા માટે છે કે એમાં ખેલતી વખતે એને પારાવાર વેદના સહન કરવી પડતી હતી. એનાં અંગોને સ્પર્ધાને અનુકૂળ બનાવવા માટે અથાગ પુરુષાર્થ કરવો પડતો. કમરથી ઉપરનો ભાગ જ ચેતનવંતો હોવાથી ઘણી ઘણી બાબતોમાં નવી નવી રીતો અજમાવવી પડતી. ક્યારેક સ્નાયુ મચકોડાઈ જાય, તો ક્યારેક ગોળાફેંકમાં ઉછાળેલો ગોળો પોતાને જ વાગે અને લોહીલુહાણ થઈ જાય એવું પણ બને.
ગોળાફેંકની સ્પર્ધાઓમાં ઘણી વાર હાથમાંથી ગોળો છૂટીને એના સાથળ પર વાગ્યો. આને પરિણામે એને ‘બ્લડ ક્લૉટ' થયા. ઑપરેશન સાથે તો માલતીને જન્મથી જ નાતો છે. આ ગંઠાયેલા લોહીને દૂર કરવા માટે એને સાતેક ઑપરેશન કરાવવાં પડ્યાં. પોલિયોના દર્દીનું ૨ક્તનું પરિભ્રમણ બીજા સામાન્ય માણસો જેવું હોતું નથી. આજે માલતીએ જીવનમાં કુલ ચોવીસ ઓપરેશન કરાવ્યાં છે અને છતાં એનો ચહેરો એટલો જ આનંદી છે.
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org