________________
;
કડક - : , , : કન, :-: : ૩-૪૪૪ ફફડફફાફડા vedia on નવા જોકે
પ્રકારની
, જ
* *
*
*".",
wwwછેલ્સ
.
k/
,
-,
કારક કve ,
, -
-
ક
વ્હીલચૅર આપવા તૈયાર થયા નહીં. આનાથી માલતીને સહેજેય માઠું લાગ્યું નહીં. એ જાણતી હતી કે દરેક ખેલાડીએ પોતાની વિકલાંગતા પ્રમાણે પોતાની વ્હીલચેર તૈયાર કરાવી હોય છે. આવી વ્હીલચૅર એ કંઈ બીજાને આપે ખરા ?
હવે કરવું શું ? સ્પર્ધામાં ભાગ લેવાની વાત તો દૂર રહી, પણ વ્હીલ-ચૅરની સમસ્યા ખડી થઈ. મૂંઝાયા વિના માલતીએ પોતાની તપાસ ચાલુ રાખી અને એને
મેક્સિકોની ટીમ પાસેથી એક વ્હીલકપિલદેવ સાથે માલતી હોલ્લા ચૅર મળી ગઈ. બન્યું એવું કે મેક્સિકોની વિકલાંગ ટીમ પોતાની સાથે જરૂર પડે ઉપયોગમાં લઈ શકાય || તે માટે એક વધારાની વ્હીલચેર લાવી હતી. એનો લાભ ભારતની માલતીને મળી ગયો, પણ આ વ્હીલચેર એને સ્પર્ધાના બાર કલાક અગાઉ જ મળી. વળી આ વ્હીલચૅર માટે એને કલાકના પચાસ ડૉલરનું ભાડું ચૂકવવાનું હતું. આ નવા પ્રકારની વ્હીલ-ચૅર સાથે બાર કલાકમાં મેળ બેસાડવો એ ઘણું કપરું કામ હતું. બે કલાક તો આ વ્હીલચૅર પર બરાબર બેસી શકાય તેના પ્રયત્નોમાં પસાર થઈ ગયા. એ પછી એણે આ વ્હીલચૅર પર બેસીને રાતના બે વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી. એની સ્પર્ધા શરૂ થઈ, પણ એ એકસો મીટરની સ્પર્ધામાં પરાજિત થઈ, જ્યારે બસો મીટરની હરીફાઈમાં આઠમા ક્રમે આવી.
પોતાના આવા દેખાવથી નાસીપાસ થવાને બદલે એણે પોતાની નબળાઈઓ શોધવાની શરૂ કરી. ધીરે ધીરે એને ખ્યાલ આવ્યો કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમ સાથે વિકલાંગોની સ્પર્ધા માટેના ખાસ તાલીમબાજ (કોચ) હોય છે, જ્યારે ભારતની ટીમ સાથે આવા કોઈ માર્ગદર્શક
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org