________________
દિશા આપી.
સ્નાતક થયેલી માલતીને બેંગ્લોરની સિંડિકેટ બેંકમાં કારકુનની નોકરી મળી અને એ પિતાની પગભર થવાની ભાવનાને સાકાર કરી શકી. એણે મોટર લીધી અને એમાં જરૂરી ફેરફારો કરાવીને માલતી મોટર ચલાવવા લાગી.
મહેનત કરવી એ એનો આનંદ હતો. પોતાની મોટરમાં બેસીને-એ બેંકના કામ અર્થે રોજના પચાસ-સાઠ કિલોમીટર ઘૂમતી હતી. એને બેંકમાં પણ પ્રમોશન મળ્યું. થોડા જ સમયમાં મદદનીશ મૅનેજર બની ગઈ. આજે માલતી વિચારે છે કે જો પોતે વિકલાંગ હોવાનો ‘ડિફરન્સ ધરાવતી ન હોત, તો કદાચ એની ઘણી શક્તિઓ સુષુપ્ત રહી ગઈ હોત. ખેલકૂદ પ્રત્યે બાળપણથી ભારે લગની હતી. કોઈ પણ સ્થિતિમાં પોતાના રમતશોખને છોડવા ચાહતી નહોતી. બન્યું એવું કે ૧૯૮૧ના જૂનમાં સિડિકેટ બેંકમાં “સ્પોર્ટ્સ કોટામાંથી એને નોકરી મળી ગઈ. એ વર્ષ
દેશભરમાં વિકલાંગ વર્ષ તરીકે ઊજવાતું હતું. ૧૩૮| બેંકની કામગીરીની સાથોસાથ એના રમતપ્રેમને કારણે એ વિકલાંગો
માટેની ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માંડી. આ ઑલિમ્પિક સ્પર્ધામાં દુનિયાભરના વિકલાંગ રમતવીરો આવે. એમાં વિકસિત દેશના ખેલાડીઓ | પાસે તો પૂરતી ખેલ-સુવિધા અને અદ્યતન સાધન-સામગ્રી હોય, જ્યારે ભારતના ખેલાડીને તો એવાં અદ્યતન સાધનો મળે ક્યાંથી ?
વિકલાંગને માટે સ્પર્ધાઓમાં ભાગ લેવા વ્હીલચેર એ સૌથી મહત્ત્વનું સાધન ગણાય. માલતી પાસે આવી વ્હીલ-ઍર હતી, પણ બીજા વિદેશી ખેલાડીઓ પાસે તો એ ખેલાડીની વિકલાંગતાને અનુલક્ષીને ખાસ તૈયાર કરેલી “રેસર મૉડેલની ઉત્કૃષ્ટ વ્હીલચેર હતી. આમ બીજા દેશોના પ્રતિસ્પર્ધીઓની બરાબરી કરવાની વાત તો દૂર રહી, પરંતુ આ સાધનોમાં પણ કોઈ બરાબરી થઈ શકે તેવું નહોતું. બીજા ખેલાડીઓની હરીફાઈમાં માલતીની વ્હીલચેર ભંગાર જેવી ગણાય, આમ છતાં સદા ઉત્સાહથી થનગનતી માલતીને લાગ્યું કે એની પાસે યોગ્ય વ્હીલચૅર નથી, તો કોઈની પાસેથી ઊછીની લઈ લઉં તો ? પણ કોઈ ખેલાડી માલતીને એની
ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org