________________
મોટી મુશ્કેલી ઊભી થઈ. આવા સ્થાયી સંકોચ અનુભવતા જ્ઞાનતંતુ(કોન્ટ્રાક્ટ: નર્વ)ને વિખૂટા પાડવા માટે આ નાની બાળકી પર બે-ત્રણ નહીં, પણ બાર ઑપરેશન થયાં.
આને અંતે ક્રિષ્નમૂર્તિને લાગ્યું કે માલતીની વિકલાંગતા આનાથી વધુ હવે ઓછી થાય તેમ નથી. એનો કમરથી નીચેનો ભાગ હવે ક્યારેય જીવંત કે ગતિશીલ બનશે નહીં. આ નાનકડી બાળકીને એનું જીવન લાકડાની ઘોડીના સહારે વિતાવવું પડશે. ધીરે ધીરે એ પગથી ઘસડાતાં ઘસડાતાં ચાલતા લાગી, ત્યારે એને ચેન્નાઈની આંધ્ર મહિલા સભા ઑર્થોપેડિક હૉસ્પિટલમાં મોકલી. આ હૉસ્પિટલમાં વિકલાંગ બાળકો માટેની નિશાળ પણ હતી. માલતી આ નિશાળમાં અભ્યાસ કરવા લાગી. તેલુગુ માધ્યમમાં એક પછી એક વિષયો શીખવા લાગી. એ પછીના દશ વર્ષમાં માલતીને દશ ઑપરેશનમાંથી પસાર થવું પડ્યું, પણ ઑપરેશનની આ વેદના અભ્યાસના ઉત્સાહ આગળ ઓગળી જતી હતી.
એવામાં એક નવી ઘટના બની. બેંગ્લોરમાં શ્રીમતી લક્ષ્મી નિઝામુદ્દીને વિકલાંગોને સમાન તક આપવા માટે સ્થાપેલી સંસ્થાએ વિકલાંગો માટે |૧૩૭] રમતગમતની સ્પર્ધા યોજી. બાળપણની ચંચળ માલતી નિશાળમાં ભાલાફેંક, ગોળાફેંક અને એવી કેટલીય સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી, આથી એને તમિલનાડુની ટીમ તરફથી ભાગ લેવાની તક મળી અને વ્હીલચેર અને અવરોધભરી દોડમાં પોતાની ટીમ તરફથી માલતીએ બે સુવર્ણચંદ્રકો મેળવ્યા, તો વળી ગોળાફેંક અને ભાલાફેંકમાં બીજા ક્રમે આવીને બે રોપ્યચંદ્રકો પણ જીતી લાવી. નિશાળમાં એ પાછી ફરી, ત્યારે ચાર ચાર ચંદ્રકો જીતી લાવનારી માલતીને સહુએ વધાવી લીધી. એણે નિશાળને ગૌરવ અપાવ્યું અને તમિલનાડુ રાજ્યને પણ ગૌરવ અપાવ્યું. માલતીના પિતા ક્રિષ્નમૂર્તિ પુત્રીના આ વિજયથી અતિ પ્રસન્ન થયા.
1. ૧૯૭૫માં માલતીએ નિશાળનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે એ લાકડાની ઘોડી સાથે હરી-ફરી શકતી હતી. એ પછી એણે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યારબાદ બેંગ્લોરની કૉલેજમાં આવી અને પિતા અને આચાર્યના પ્રોત્સાહને માલતીના જીવનને નવી
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org