________________
મેદાન પર માલતી હોલ્લા
વર્ગો પાંચમા માળે ચાલતા હતા. એમને આ છોકરીનું હાસ્ય અને હિંમત બન્ને ગમી ગયાં અને બોલ્યા, “કોઈ ફિકર કરીશ નહીં. એકાદ દિવસમાં હું તારા બધા જ વર્ગો ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી દઈશ. બસ ! બીજું કંઈ ?'
માલતીના આનંદનો પાર ન રહ્યો. એણે તો કલ્પના પણ નહોતી કરી કે પોતાને આટલી બધી સગવડ મળશે. આચાર્યનો આભાર માનીને એ ખંડની બહાર નીકળી.
બસ, પછી તો કૉલેજના વાતાવરણમાં માલતી એકરૂપ થઈ ગઈ. એના આનંદી સ્વભાવને કારણે સદાય સહાધ્યાયિનીઓથી વીંટળાયેલી રહેતી. આ સમયે માલતીને એક સત્ય લાધ્યું. એ સત્ય એ હતું કે એ પોતે સામાન્ય માનવી કરીશકે એવાં બધાં જ કાર્યો કરી શકે તેમ છે, માત્ર એ કાર્યો એને જુદી રીતે કરવાં પડશે.
*
*
Jain Education International
For Private & Personal Use Only
meme Alche
www.jainelibrary.org