________________
અભ્યાસના ઉત્સાહનો કરુણ અંત આવી ગયો. જિંદગીભર આટલી આફતો વેઠી, અવરોધો સહન કર્યા અને કેટલાંય દર્દજનક ઑપરેશનો કરાવ્યાં, પણ એનો અર્થ શો ? માલતીને થયું કે “જેવું નસીબ હતું, એવું જ થયું ! ઓહ !” પોતાની લાચારી પર માલતીને અકળામણ, ગુસ્સો અને વેદના થયાં અને મનોમન નક્કી કર્યું કે હવે મારે ભણવું નથી.
ઘેર આવીને માલતી એક ખૂણામાં બેસી ચોધાર આંસુએ રડવા લાગી. એની માતાએ એને સાંત્વના આપતાં કહ્યું, “બેટા, શું થાય ? જે હકીકત છે તે સ્વીકારવી પડે. આપણે લાચાર છીએ.”
માલતીએ કહ્યું, “ના. હું એ હકીકત સ્વીકારતી નથી કે હું વિકલાંગ છું. એક વ્યક્તિમાં હોય એટલી સઘળી હિંમત, સાહસ અને આવડત મારામાં છે, તો પછી હું વિકલાંગ કઈ રીતે ? મારે આગળ અભ્યાસ કરવો છે. ઓ ! મને કોઈ રસ્તો બતાવો.”
આટલું બોલીને માલતી માતાના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. માતા વહાલથી એની પીઠ પર હાથ ફેરવતી હતી અને સામે અવ્યવસ્થિત રીતે પડેલી લાકડાની ઘોડી જોતી હતી. માની
૧૩૩ આંખોમાં ગમગીની હતી અને દીકરીની આંખોમાં અપાર આંસુ. આ સમયે માલતીના પિતા ક્રિષ્નમૂર્તિએ ઘરમાં પ્રવેશ કર્યો અને આ કરણ | દૃશ્ય જોયું. તેઓ દીકરી પાસે આવ્યા અને એને શાંત પાડી. ધીરે ધીરે એના દુ:ખને હળવું કર્યું અને પછી કહ્યું,
મારી એક વાત સાંભળી લે, બેટી ! તારી પાસે પગ નથી, પણ તારે તારા પોતાના પગ પર જ ઊભા રહેવું પડશે. જો તું એ રીતે પગભર નહીં બને, તો લોકો તારા પર પગ મૂકીને ચાલશે. સમજી ?”
પણ પપ્પા” માલતીએ, રૂંધાતા અવાજે કહ્યું, “એ ગમે તે હોય, પણ મારા પગ કામ કરતા નથી એ તમે જાણો છો કૉલેજના અને પાંચમા માળે મારે વર્ગમાં જવું કઈ રીતે ?”
“તારી વાત સાચી છે, પણ તેં કૉલેજના આચાર્યને તારી મુશ્કેલીની વાત કરી ?”
હું હજી મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ગુંટૂરથી આવા મોટા
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org