________________
૧૩૨
30
આપત્તિનો આનંદ
બેંગ્લોરની મહારાણી મહિલા કૉલેજમાં માલતીએ પ્રવેશ મેળવ્યો અને એની સામે એકાએક આખી દુનિયા કોલાહલ, દોડધામ અને ભીડ સાથે ખડી થઈ ગઈ ! મહિલા કૉલેજના પ્રિ-યુનિવર્સિટી વર્ગમાં પ્રવેશ મેળવનારી માલતી એકાએક આવા ઘોંઘાટિયા અને ઉધમાતિયા વાતાવરણથી ખૂબ ગભરાઈ ગઈ.
છ હજાર જેટલી યુવાન, દોડતી, ઉત્સાહી અને છટાદાર યુવતીઓની વચ્ચે એ એક માત્ર એવી છોકરી હતી કે જે કૂદી શકતી નહોતી, દોડી શકતી નહોતી, ઝડપભેર ચાલી શકતી નહોતી. લાકડાની ઘોડીના સહારે એ માંડ માંડ એક-એક ડગ ભરીને ચાલતી હતી. વળી એની કમરથી નીચેનો ભાગ પક્ષાઘાતને કારણે સદંતર નિશ્ર્યિ થઈ ગયો હતો. દુનિયા આખીને થનગનતી જોઈને માલતી સ્થિર થઈ ગઈ. પહેલે દિવસે માલતી કૉલેજમાં આવીને પોતાનો વર્ગ શોધવા લાગી.
એણે સહાધ્યાયિનીને પૂછ્યું, “પ્રિ-યુનિવર્સિટીના વર્ગો ક્યાં ચાલે છે?'
“પાંચમા માળે.’
જાણે એકસાથે કડડભૂસ કરીને પાંચ માળ પોતાના માથા પર પડ્યા હોય તેવો માલતીને આઘાતજનક અનુભવ થયો. અરે ! પાંચ પગથિયાં ચડતાં પારાવાર મુશ્કેલી પડે છે, ત્યાં પાંચ માળ ચડવા કઈ રીતે ? વર્ગમાં જવું કઈ રીતે ? આથી માલતી ભોંયતળિયે બેસી રહી. પોતાની ઘોર નિઃસહાયતાનો હૃદયવિદારક અનુભવ કરવા લાગી. એને થયું કે હવે મૅટ્રિકથી આગળ વધુ અભ્યાસ કરવો અશક્ય છે.
~*
Jain Education International
For Private & Personal Use Only
X
www.jainelibrary.org