SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં પગની સૌથી વધુ ઝડપ અને ગતિશીલતાની જરૂર પડે છે એવી બેડમિન્ટનની રમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારી ગુજરાતના ગાંધીનગરની પારુલ પરમાર જમણા પગે પોલિયો હોવા છતાં ખૂબ કાબેલિયતથી આ રમત ખેલે છે. એણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચાલીસથી વધારે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. બાળપણમાં એકસો પાંચ ડિગ્રી તાવ આવતાં ડૉક્ટરે આપેલા ઇંજેક્શનની આડઅસરને કારણે એનો જમણો પગ પક્ષાઘાત પામ્યો. એ પછી રોજ દોઢેક કલાક ફિઝિયોથેરપી કરવાની હોવાથી એના વિકલ્પ રૂપે એના પિતા દલસુખભાઈના એક મિત્રના સૂચનથી પારુલે બેડમિન્ટન ૨મવાનું શરૂ કર્યું અને સાતમા ધોરણમાં હતી ત્યારે પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો. ૨૦૦૨માં બારમા વર્ષે એ ગુજરાત રાજ્યની ચૅમ્પિયન બની અને ત્યારે એને ખબર પડી કે શારીરિક વિકલાંગો માટે પણ આવી સ્પર્ધાઓ હોય છે. ૨૦૦૨માં ઑલ ઇન્ડિયા રાજીવ ગાંધી મેમોરિયલ ટુર્નામેન્ટ ફોર ધ ચૅલેન્જમાં ભાગ લઈ વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ભારતમાં સર્વપ્રથમ વાર યોજાયેલા બેડમિન્ટન ફૉર ડિસેબલ વર્લ્ડકપમાં એણે પ્રવેશ મેળવ્યો અને એના જન્મદિવસે આ સ્પર્ધામાં એણે બે સુવર્ણચંદ્રક મેળવ્યા. આને પરિણામે મલેશિયામાં યોજાનારી એશિયન પેરાપ્લેજિક સ્પર્ધામાં એને પ્રવેશ મળી ગયો અને ત્યાં સિંગલ્સ અને ડબલ્સ તથા મિક્સ ડબલ્સમાં ગોલ્ડમેડલ હાંસલ કર્યા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળતાં કાર્યનિષ્ઠ કર્મચારી તરીકે કામ કરતી પારુલે પોતાના ખાતાને બેડમિન્ટનમાં સતત વિજયી પણ બનાવ્યું છે. એક વાર એ ઇઝરાયલ ગઈ, ત્યારે ત્યાંના યુદ્ધના વાતાવરણને કારણે સ્પર્ધકો આવ્યા ન હતા. આયોજકોએ કહ્યું કે એણે મૅચ રમવી હોય તો પુરુષ સ્પર્ધકો સાથે રમી શકે છે અને એક પળનો પણ વિલંબ કર્યા વિના પારુલ પરમારે આ પડકાર ઝીલી લીધો અને મિક્સ ડબલ્સમાં રજત ચંદ્રક મેળવ્યો. એણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચાલીસથી વધારે સુવર્ણચંદ્રકો મેળવ્યા છે અને હજી એની આગેકૂચ ચાલુ છે. ****1 Jain Education International For Private & Personal Use Only » | ne l•l¢hle www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy