SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ene lehle ચાર્લી બોસવેલ મેદાન પર એક છેડેથી બીજા છેડા સુધી ઝડપી દોડ લગાવનાર બોસવેલ હવે વારંવાર પડી જતો હતો, પરંતુ એની પત્ની એને સદાય હિંમત આપતી, પ્રભુને પ્રાર્થના કરવાનું કહેતી. એક દિવસ બોસવેલનો એક મિત્ર આવ્યો. એણે બોસવેલને કહ્યું, “અરે દોસ્ત, તને ગોલ્ફ રમવાની ઇચ્છા છે ? એ રમતમાં તને જરૂર આનંદ આવશે.” પળવાર તો બોસવેલ ધ્રૂજી ઊઠ્યો. એના જેવા ઘણી શક્તિ ધરાવતા ખેલાડીને હવે ફૂટબૉલ કે બેઝબૉલ રમવા તો નહીં મળે, એથી વધુ એને જોવા પણ નહીં મળે. આંખ વિના આખી દુનિયા અંધારી બની જાય. ૨૦૫ પાઉન્ડનો દેહ ધરાવતા અશક્ત ખોસવેલ માટે આ પરિસ્થિતિ આકરી હતી. Jain Education International ચાર્લી બોસવેલે દુ:ખી સ્વરે જવાબ આપ્યો, “મિત્ર, ઇચ્છા તો ઘણી છે, પણ એ સાકાર કરવા માટે આંખ નથી. જ્યાં હું જોઈ શકતો જ નથી ત્યાં ગોલ્ફનો દડો ફટકારવાની તો વાત જ કેવી ?” એના મિત્રે કહ્યું કે પોતે એને રમવામાં મદદ કરશે. એ બોસવેલને ગોલ્ફના મેદાન પર લઈ ગયો. એના હાથમાં ગોલ્ફ ખેલવા માટેની લાકડી (ગોલ્ફ-ક્લબ) આપી. એને દડાનું સ્થાન દર્શાવ્યું. બોસવેલે દડાને એવી આબાદ રીતે માર્યો કે બસો વાર દૂર ધાર્યા નિશાનની નજીક પહોંચી ગયો. આ પછી એને ગોલ્ફનો દડો વીંઝવામાં ભારે મજા આવવા લાગી. આની સતત તાલીમ લેવા માંડ્યો. ધીરે ધીરે ચાર્લી ગોલ્ફનો એક કાબેલ ખેલાડી બન્યો. એક સમય એવો આવ્યો કે અંધ ગોલ્ફરોની સ્પર્ધામાં ચાર્લી બોસવેલ વિશ્વવિજેતા બન્યો. મહેનતથી એણે પોતાની નિરાશા દૂર કરી. એથીય વધુ તો ૨મતનો આનંદ અને જીવવાનું જોમ એ પાછાં મેળવી શક્યો. ~* For Private & Personal Use Only K www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy