________________
આંખવિનાનું અજવાળું
ચીલ બોસવેલ નામનો ખેલાડી બેઝબૉલમાં જેટલો કુશળ હતો એટલો જ ફૂટબૉલમાં કાબેલ. ચાર્લી બોસવેલ બેઝબૉલ અને ફૂટબૉલ બંને રમત ધંધાદારી ખેલાડી તરીકે ખેલતો હતો. આ બંને રમતમાં સારી એવી રકમ આપીને ધંધાદારી ખેલાડી તરીકે રમવા માટે બોસવેલની માગણી થતી.
એવામાં બીજા વિશ્વયુદ્ધનો સમય આવ્યો. દેશને એની સેવાની જરૂર પડી. તરત જ આ કાબેલ ખેલાડી રમતના મેદાનને બદલે યુદ્ધના મેદાન પર દાવપેચ અજમાવવા લાગ્યો. યુરોપમાં એક લશ્કરી વ્યૂહ દરમિયાન એની ટૅન્ક ૫૨ દુશ્મનોનો તોપગોળો પડ્યો. એકાએક આગ ફાટી નીકળી. બોસવેલને તો કશું થાય તેવું નહોતું, પરંતુ એણે પોતાના સાથીઓને બળતા જોયા.
૨૯
મોતના મુખમાંથી અને ભડભડતી જ્વાળાઓ વચ્ચેથી પોતાના સાથીઓને એ બચાવવા દોડી ગયો. એણે આગના ભડકાની વચ્ચે ઝંપલાવ્યું. સાથીઓને ઉગારી લીધા, પણ આગને કારણે એ ઝડપથી બહાર નીકળી શક્યો નહીં. તરત જ એક બીજો તોપગોળો આવ્યો. ચાર્લી બોસવેલ ફંગોળાઈ ગયો. એ પચાસ ફૂટ જેટલે દૂર પડ્યો. એનું શરીર સખત દાઝી ગયું હતું. એના શરીરનાં ઘણાં હાડકાં તૂટી ગયાં હતાં. એના સાથીઓએ દાઝેલા અને ઘાયલ બોસવેલને ઊંચકી લીધો અને એને દવાખાનામાં દાખલ કરાવ્યો.
એક અઠવાડિયાની સારવાર બાદ બોસવેલ ભાનમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે પેલા તોપગાળાના ધડાકાને લીધે તે તદ્દન અંધ થઈ ગયો છે.
*
~~
Jain Education International
-
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org