SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અઝીમ હાફીઝ એક બીજી શારીરિક ક્ષતિ ધરાવે છે. અને તે એ કે એનો જમણો હાથ ડાબા હાથથી ત્રણેક ઇંચ ટૂંકો છે. આને કારણે ડાબા હાથે ઝડપી ગોલંદાજી કરતી વખતે વધુ ઝડપ લાવવા માટે એને વિશેષ મહેનત કરવી પડે છે. આમ છતાં પોતાની શારીરિક ક્ષતિથી એ કશી લઘુતાગ્રંથિ અનુભવતો નથી એટલું જ નહીં પણ આ શારીરિક ક્ષતિને વિઘ્નકર્તા માનતો જ નથી. ભારત સામે ૧૯૮૪ના ઑક્ટોબરમાં લાહોરની ટેસ્ટમાં ભવ્ય દેખાવ કર્યો તો ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં ૧૯૮૫ના જાન્યુઆરીમાં પહેલા દાવમાં ૧૨૭ રનમાં ૫ વિકેટ ખેરવીને અઝીમ હાફીઝે સનસનાટી મચાવી દીધી. આ યુવાન ખેલાડીએ ૧૮ ટેસ્ટમાં ૪૩૭૫ દડા નાંખીને ૯૩ વિકેટ ખેરવી છે. તેમજ એક દાવમાં ૫-૫ વિકેટ ખેરવવાની સિદ્ધિ ચાર વખત મેળવી છે. પણ એથીય વધુ બે હાથવાળા ખેલાડીઓની રમતમાં આ એક હાથવાળા અઝીમ હાફીઝે શારીરિક ક્ષતિને વટાવીને રોમાંચક સિદ્ધિ મેળવી. અપંગનાં ઓજસ દિ વૈજ્ઞસ ફૂટ દૂર રહેલા પદાર્થની માત્ર ઝાંખી રેખાઓ જોઈ શકતી અતિ ક્ષીણ દૃષ્ટિ ધરાવનાર સ્વીડનની ત્રિસ્યા જોને માત્ર બે અઠવાડિયાંમાં દસ વિશ્વવિક્રમો હાંસલ કર્યા હતા. વિકલાંગો માટેની વિશ્વસ્પર્ધાની આઠ વ્યક્તિગત રમતમાં અને બે રીલે સ્પર્ધામાં એણે ભાગ લીધો હતો અને આ બધામાં એણે નવા વિકમો સ્થાપ્યા. તરવાની સ્પર્ધા સમયે એ અનેક વાર દીવાલો સાથે અથડાઈ, છતાં ત્રિસ્યા જોને આગળ વધતી રહી અને વિજય મેળવતી રહી. ખેલાડી તરીકે એ માને છે કે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ જે કોઈ રમત ખેલવા ઇચ્છે, તે માટે એ સક્ષમ છે. એ અર્ધ મેરેથોન અને ૧૦ કિલોમીટરની દોડમાં મિત્રો સાથે ભાગ લે છે અને સમય મળે ઘોડેસવારી તથા વોટર સ્કીઇંગ પણ કરે છે. એ કહે છે કે મને હંમેશાં પડકારભર્યા કાર્યોમાં વધુ આનંદ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy