SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ - હક અને એ પછી પાટિલ અને / શાસ્ત્રીને આઉટ કર્યા. આ પછી પણ કપિલદેવ માત્ર ત્રણ ૨ને હાફીઝની ઓવરમાં એલ.બી.ડબલ્યુ. થયો. ત્યારબાદ રોજર બિન્ની પણ એ જ રીતે આઉટ થયો. અને આખરે ચેતન શર્માને ક્લીન બોલ્ડ કરીને હાફીઝે બાર ઓવર અને ચાર દડામાં માત્ર અઝીમ હાફીઝ વીસ રન આપીને છ વિકેટ ઝડપવાની સિદ્ધિ નોંધાવી. આ પછી બીજા દાવમાં પણ અઝીમ હાફીઝે ભારતની એક વિકેટ લીધી તેમજ નવમી વિકેટે ઝહીર અબ્બાસ સાથે ૩૧ રનની ભાગદારી નોંધાવી, જેમાં અઝીમ હાફીઝ ૧૭ રન સાથે અણનમ રહ્યો. આ ટેસ્ટમાં “મૅન ઑફ ધ મેચનો ખિતાબ અઝીમ હાફીઝને મળ્યો પરંતુ જીવનની મૅચમાં પણ અઝીમ સફળ પુરવાર થયો. પંજાબના ઝેલમમાં જન્મેલો અઝીમ હાફીઝ જન્મથી જ શારીરિક ક્ષતિ ધરાવે છે. એના જમણા હાથમાં આંગળી કહી શકાય એવો એક માત્ર અંગૂઠો જ છે. ત્રણ આંગળાં તો છે જ નહીં અને ટચલી આંગળી માંડ એક વેઢા જેટલી જ છે. તેમ છતાં અઝીમ હાફીઝ પોતે આને પોતાની કોઈ ખામી માનતો જ નથી. એટલું જ નહીં પણ એ ખામી ભૂલીને રમત ખેલે છે. એ ડાબા હાથે ગોલંદાજી કરે છે પરંતુ બૅટિંગ પણ કરી જાણે છે. એણે આંતર કોલેજ સ્પર્ધામાં એક વાર ૭૦ રન કર્યા હતા. ફિલ્ડિંગમાં એ બાઉન્ડ્રીની આસપાસ “ડીપ'માં ફિલ્ડિંગ કરતો હોય છે. અઝીમ હાફીઝ કહે છે કે એના જમણા હાથની હથેળી ઘણી મજબૂત હોવાથી ડાબા હાથે કેચ કરતી વખતે એને પૂરી સહાય કરે છે. જોકે જમણી બાજુએ ફેંચ આવતાં એને ઝડપવા માટે અઝીમ હાફીઝે ડાબા હાથને વધુ ઘુમાવવો પડે છે. જ્યારે બૅટિંગ કરતી વખતે અઝીમ હાફીઝ વિશિષ્ટ પ્રકારના ગ્લોબ્રુ જમણે હાથે પહેરે છે. અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy